ઘરમાં મીણબત્તીઓ જલાવીને પ્રેમિકાને પ્રપોઝ કર્યું, પણ...

07 August, 2020 10:58 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ઘરમાં મીણબત્તીઓ જલાવીને પ્રેમિકાને પ્રપોઝ કર્યું, પણ...

પ્રેમિકા જવાબ આપે એ પહેલાં તો ઘરમાં આગ લાગી ગઈ

એક હરખપદૂડા યુવકે તેની ગર્લફ્રેન્ડ સામે લગ્નની દરખાસ્ત મૂકવા આખા ઘરને મીણબત્તીઓ, ટી-લાઇટ્સ અને બલૂન્સથી સજાવ્યું અને ગ્લાસમાં શેમ્પેન ભરીને સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી અને ગર્લફ્રેન્ડને લેવા ગયો. તેણે પાછા આવીને જોયું તો તેનું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. સ્થાનિક ફાયર ઍન્ડ રેસ્ક્યુ ઑફિસરે આ ઘટનાનો વિડિયો ફેસબુક પર શૅર કરતાં જણાવ્યું કે યુવકે લાઇટ્સ અને મીણબત્તી વચ્ચે વધુ અંતર ન રાખ્યું હોવાથી આગ લાગી ગઈ હતી. સોશ્યલ મીડિયા પર લોકોએ આ ઘટના માટે દિલગીરી વ્યક્ત કરી હતી. જોકે આમાં ખુશીની વાત એ છે કે યુવતીએ તેના પ્રેમીની દરખાસ્ત સ્વીકારી લીધી છે. 

international news offbeat news