૭ દિવસ, ૭ મહાદ્વીપ અને ૭ મૅરથૉનની ચૅલેન્જ પૂરી કરનાર પ્રથમ ભારતીય છે આ

08 March, 2020 08:54 AM IST  |  Mumbai Desk

૭ દિવસ, ૭ મહાદ્વીપ અને ૭ મૅરથૉનની ચૅલેન્જ પૂરી કરનાર પ્રથમ ભારતીય છે આ

વર્લ્ડ મૅરથૉન પૂરી કરનારા આદિત્ય રાજ પહેલા ભારતીય બન્યા છે

વર્લ્ડ મૅરથૉન પૂરી કરનારા આદિત્ય રાજ પહેલા ભારતીય બન્યા છે. તેઓ સાત દિવસમાં સાત મહાદ્વીપમાં સાત મૅરથૉન દોડ્યા હતા. ગુડગાંવના રહેવાસી આદિત્યએ મૅરથૉન ચૅલેન્જની શરૂઆત દક્ષિણ આફ્રિકાના કૅપટાઉનથી કરી હતી અને છેલ્લી મૅરથૉન અમેરિકાના મિયામી શહેરમાં પૂરી કરી હતી. આ ચૅલેન્જ દરમ્યાન તેઓ એન્ટાર્કટિકા, ઑસ્ટ્રેલિયા, એશિયા, યુરોપ અને સાઉથ અમેરિકામાં પણ મૅરથૉન દોડ્યા હતા.

દર વર્ષે યોજાતી આ મૅરથૉનમાં ૨૭ પુરુષ અને ૧૫ મહિલા એમ કુલ ૩૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ૩૨ લાખ રૂપિયાની એન્ટ્રી ફી ધરાવતી આ મૅરથૉન પૂરી કરવા માટે ૧૬૮ કલાકનો સમય મળે છે. આદિત્યએ ૧૬૪ કલાકમાં આ રેસ પૂરી કરી હતી.
રેસ દરમ્યાન વિશ્વના સાત દેશોમાં સફર કરવી પડતી હોય છે. સામાન્યપણે એક મૅરથૉન પૂરી કર્યા પછી ૩-૪ દિવસ રિકવરીના લાગે છે, પરંતુ આ રેસમાં એક સ્થળ પરની રેસ ખતમ કરી ફ્લાઇટમાં બેસી બીજા દેશમાં પહોંચી ફરી રેસ કરવાની હોય છે. આમ ૧૪-૧૪ કલાકે એક રેસ કરવી પડતી હોય છે. શરીર શિથિલ થઈ જાય, મસલ્સ ટાઇટ થઈ જાય અને ક્રૅમ્પ્સ આવવા લાગે અને એનર્જી લેવલ ઘણું જ નીચે જતું રહે એવી કપરી સ્થિતિમાં પણ આ રેસ ચાલુ રાખવાની હોય છે. બીજી મૅરથૉન શરૂ કરતાં પહેલાં પ્રત્યેક ખેલાડી રેસ પૂરી કરે ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે. આદિત્યનું કહેવું છે કે આ રેસમાં આરામનો બિલકુલ સમય ન મળતો હોવાથી માનસિક રીતે તમે કેટલા સ્ટ્રૉન્ગ છો એ બહુ મહત્ત્વનું બની જાય છે.

offbeat news international news national news