તમે ક્યારેય જાંબલી રંગનું પપૈયું જોયું છે? ન જોયું હોય તો જોઈ લો તસવીરો

12 August, 2020 06:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમે ક્યારેય જાંબલી રંગનું પપૈયું જોયું છે? ન જોયું હોય તો જોઈ લો તસવીરો

તસવીર સૌજન્ય: ટ્વિટર

દુનિયામાં અનેક દુર્લભ વસ્તુઓ છે, જે આપણે ભાગ્યે જ જોઈ હોય. દુર્લભ અને ભાગ્યે જ જોયેલી વસ્તુઓની યાદીમાં જાંબલી રંગનું પપૈયું પણ સામેલ છે. તમે ક્યારેય જાંબુડિયા રંગનું પપૈયું ખાધું અથવા જોયું છે? આ વાતનો જવાબ બહુ ઓછા લોકો આપી શકશે. પણ આજે અમે તમને ફક્ત  દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાં જ જોવા મળતાં દુર્લભ જાંબલી રંગના પપૈયા વિશે જણાવીશું.

તાજેતરમાં આઈએફએસ સુશાંત નંદાએ જાંબલી રંગના પપૈયાની કેટલીક તસવીરો ટ્વિટ કરી હતી. (જે બાદમાં ડિલીટ કરવામા આવી હતી.). તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, જાંબલી રંગનું પપૈયું શોધવું બહુ મુશ્કેલ છે. કારણકે તે પપૈયા અને દ્રાક્ષનું એક દુર્લભ મિશ્રણ છે. જે તમને ફક્ત દક્ષિણ ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાં જોવા મળે છે.

સુશાંત નંદાના ટ્વીટ પછી લોકો જુદી જુદી પ્રતિક્રયા આપી રહ્યાં છે. કેટલાંક યુર્ઝસનું કહેવું છે કે આ પ્રકારનું પપૈયું પહેલી વાર જોયું છે. ખબર નહીં સ્વાદમાં કેવું હશે.

એક યુર્ઝસે આ પ્રકારની માહિતી શૅર કરવા બદલ આભાર માન્યો હતો.

તો મોટાભાગના લોકો આ પપૈયાને જોઈને આશ્ચર્યચકિત થયાં હતાં..

જ્યારે કેટલાંક લોકોએ આ ન્યૂઝને ફૅક ગણાવ્યા હતાં.

તેમ છતાં આ જાંબલી રંગના પપૈયાએ લોકોમાં ઉત્સુકતા જગાડી છે.

national news offbeat news viral videos