માણસ જેવી દેખાતી આ માછલી તમે જોઈ છે?

12 July, 2020 05:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માણસ જેવી દેખાતી આ માછલી તમે જોઈ છે?

તસવીર સૌજન્ય: ટ્વીટર

દુનિયામાં અનેક વિચિત્ર વસ્તુઓ છે. જેમાંથી કેટલીક માણસોના ધ્યાનમાં આવે છે તો ક્યારેક કેટલીક વસ્તુઓ માણસોના ધ્યાનમાં આવતી જ નથી. સમુદ્રી જીવ લોકોમાં કૌતુહલ જન્માવે છે. કેટલાક સમુદ્રી જીવ તો એવા છે જેને માણસોએ જોયા પણ નથી. તાજેતરમાં આવુ જ કૌતુહલ પેદા કર્યું છે માણસ જેવા હોઠ ધરાવતી માછલીએ.

મલેશિયામાં એક માછલી બહુ લોકપ્રિય થઈ છે. જે બાકી બધી માછલીઓ કરતા અનોખી તરી આવે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી આ માછલી માણસ જેવી જ દેખાય છે. સોશ્યલ મીડિયા પર ચર્ચાનું કારણ બનેલી આ માછલીની વિશેષતા છે તેના ફીચર્સ. કારણકે આ માછલીના હોઠ એકદમ માણસ જેવા જ છે. ફક્ત હોઠ જ નહીં પણ માછલીના દાંત પણ મનુષ્ય જેવા જ છે.

માણસ જેવા હોઠ અને દાંત વાળી આ માછલીને ટ્રાઈગરફિશ નામ આપવામાં આવ્યું છે. જે ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયાઈ જળ વિસ્તારોમાં જોવા મળે છે. આ માછલીને જોઈ વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ ગયા છે કે આખરે આ માછલીના હોઠ એકદમ મનુષ્ય જેવા કઈ રીતે હોય શકે?! તો બીજી બાજુ, સોશ્યલ મીડિયા પર લોકો માછલીની મજાક ઉડાવી રહ્યાં છે.

શું તમને પણ આ માછલીમાં માણસ જેવા ગુણ દેખાયા કે નહીં?!

international news offbeat news malaysia viral videos