વૃક્ષના થડમાંથી બનાવી દીધું વેહિકલ

01 February, 2023 12:04 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

જોવામાં તો એ સિમ્પલ ટ્રાઇસિકલ લાગે છે, પણ એ બૅટરીથી ચાલતું હોય એમ જણાય છે

વૃક્ષના થડમાંથી બનાવી દીધું વેહિકલ

સોશ્યલ મીડિયા પર ક્યારે શું વાઇરલ થઈ જાય એનો અંદાજ મેળવવો મુશ્કેલ છે. ક્યારેક કોઈ કારને હેલિકૉપ્ટર બનાવી દે છે તો કોઈ જુગાડથી ઈંટમાંથી કૂલર બનાવી દે છે. હવે આવા જ એક જુગાડનો નવો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ સરપ્રાઇઝ થઈ જાય છે. આ વિડિયોમાં જુગાડથી તૈયાર કરવામાં આવેલું એક અનોખું વેહિકલ જોવા મળે છે. આ વાઇરલ વિડિયોમાં જોવા મળ્યું હતું કે વૃક્ષના થડમાંથી મુખ્યત્વે આ વેહિકલ તૈયાર કરાયું છે. જોવામાં તો એ સિમ્પલ ટ્રાઇસિકલ લાગે છે, પણ એ બૅટરીથી ચાલતું હોય એમ જણાય છે. આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર nujmolhussein નામના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવ્યો છે. દોઢ લાખથી વધુ લોકોએ આ વિડિયોને લાઇક કર્યો છે.

offbeat news international news viral videos automobiles washington