બે માથાંવાળો કાચબો ક્યારેય જોયો છે?

30 July, 2021 10:46 AM IST  |  South Carolina | Gujarati Mid-day Correspondent

સાઉથ કેરોલિના બીચ પર નિયમિત રીતે કરવામાં આવતી ચકાસણી દરમ્યાન એક દુર્લભ શોધ કરી શકાઈ છે

બે માથાંવાળો કાચબો

સાઉથ કૅરોલિના સ્ટેટ પાર્કે બે ફોટો શૅર કરીને જણાવ્યું છે કે સાઉથ કેરોલિના બીચ પર નિયમિત રીતે કરવામાં આવતી ચકાસણી દરમ્યાન એક દુર્લભ શોધ કરી શકાઈ છે. કાર્યકરોએ અહીં બે માથાંવાળા એક કાચબાને બીચ તરફ જવા મથામણ કરતાં જોયો હતો.

લગભગ ત્રણથી પાંચ દિવસ સુધી દરિયાઈ કાચબાના દરમાં તપાસ કર્યા બાદ અહીંથી મોટી શોધ હાંસલ થઈ શકે છે એમ લાગતાં ખોદકામ કરવામાં આવતાં દરિયાઈ કાચબાનાં ઈંડાં મળી આવ્યાં હતાં.

શોધ દરમ્યાન ત્રણ સી ટર્ટલ શોધ્યા હતા જેમાંનો એક ટર્ટલ બે માથાંવાળો હતો. ફોટો સાથેની પોસ્ટમાં જણાવાયું હતું કે બે માથાંવાળો ટર્ટલ એક જિનેટિક મેયિટેશનને કારણે પેદા થતા હોય છે. થોડાં વર્ષ પહેલાં સાઉથ કૅરોલિનામાં આવો જ એક ટર્ટલ મળી આવ્યો હતો.

offbeat news international news united states of america south carolina