Viral Video: પીડાથી કણસતો હતો કોબરા, હૉસ્પિટલમાં આમ થઈ સારવાર

24 December, 2020 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Viral Video: પીડાથી કણસતો હતો કોબરા, હૉસ્પિટલમાં આમ થઈ સારવાર

ફાઇલ ફોટો

હરિયાણાના પંચકૂલા જિલ્લાના ભાનુ ક્ષેત્રમાં ઇન્ડો તિબ્બતન બૉર્ડર પોલીસ વેટરનરી હૉસ્પિટલમાં એક સર્જિકલ ટેક્નિકનો ઉપયોગ કરી એક ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાપની સારવાર કરવામાં આવી.

ન્યૂઝ એજન્સી એએનઆઇએ સારવાનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બુધવારના ITBPના ઑફિશિયલ હેન્ડલ પરથી શૅર કરવામાં આવેલા એક ટ્વીટમાં માહિતી આપતાં કહ્યું, "હરિયાણાના ભાનૂમાં કુતરાઓ માટે રાષ્ટ્રીય પ્રશિક્ષણ કેન્દ્રમાં ભારત તિબ્બત સીમા પોલીસ (ITBP) પશુ ચિકિત્સા હૉસ્પિટલમાં એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત કોબરાની સારવાર કરવામાં આવી. સાપને તરત સંવેદનહીન કરવામાં આવ્યો અને એવી ટેક્નિકનો ઉપયોગ કરીને ઊંડા ઘાને બંધ કરી દેવામાં આવ્યો. જંગલમાં છોડતા પહેલા 15 દિવસ સુધી સાપની દેખભાળ કરવામાં આવી હતી."

ગઈકાલે, ITBPના અધિકારીઓએ એક સાંભર હરણ સહિત બે જંગલી હરણને બચાવ્યા હતા, જે ખેતરમાં ફસાયેલા હતા. અને બીજું હરણ, એક ફેન નિર્જલિત મળ્યો. પછી બન્ને પ્રાણીઓને પ્રાથમિક ચિકિત્સા પછી તેમને નજીકના જંગલમાં છોડવામાં આવ્યા.

national news offbeat news