13 August, 2026 04:34 PM IST | Haridwar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની તીર્થનગરી હરિદ્વારમાં એક શરમજનક ઘટના ઘટી હતી. ૨૩ વર્ષના એક યુવાને પોતાની ૯૦ વર્ષની નાની સાથે દુષ્કર્મ કર્યું એટલું જ નહીં, એ પછી તેમને મારી નાખવા માટે ગળું દબાવી દીધું. જોકે એ ઘટનામાં કોઈક રીતે નાની બચી ગયાં અને તેમને હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયાં. નાની ઉંમરને કારણે બોલી-સાંભળી શકતાં ન હોવાથી એનો દોહિત્રએ લાભ લીધો હતો. એ રાતના ૧૨ વાગ્યા પછી પરિવારજનો સૂઈ ગયા હતા ત્યારે દોહિત્ર નાનીના રૂમમાં ગયો હતો અને તેમના પર રેપ કર્યો હતો. નાનીએ વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો તો તેમનું ગળું દબાવી દીધું. રાતે એક વાગ્યે તે નાનીના રૂમમાંથી બહાર આવ્યો ત્યારે નાની પીડાથી કણસી રહ્યા હતા એ સાંભળીને પરિવારજનોનું ધ્યાન ગયું હતું. બીજા લોકો જાગી ગયા એટલે દોહિત્ર ત્યાંથી ભાગવા લાગ્યો હતો પરંતુ પાડોશીઓએ તેને પકડી લીધો હતો. નાની સાથે થયેલી બળજબરીને કારણે પ્રાઇવેટ પાર્ટમાં ખૂબ ઈજા થઈ હતી. લગભગ ૨૦ દિવસ નાની હૉસ્પિટલમાં હેરાન થયાં અને આખરે તેમણે દમ તોડી દીધો હતો.