ચાલતી પોલીસ-વૅનમાંથી કેદી ભાગી ગયો

11 January, 2022 09:01 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

આ આખી ઘટના કૅમેરામાં કંડારાઈ છે

પ્રતીકાત્મક તસવીર

જેલમાંથી કેદી પલાયન થઈ ગયા હોવાની ઘટના ઘણી વાર પેપરમાં વાંચી છે કે ફિલ્મોમાં પણ જોઈ છે, પણ તાજેતરમાં બ્રાઝિલમાં આવી એક ઘટના ૨૦૨૧ની ૨૮ ડિસેમ્બરે બની છે, જેમાં ચાલતી પોલીસ-વૅનમાંથી એક હાથકડી પહેરેલો કેદી ભાગી ગયો છે. આ આખી ઘટના કૅમેરામાં કંડારાઈ છે, જે વાઇરલહૉગ દ્વારા યુટ્યુબ પર શૅર કરવામાં આવી છે. અત્યાર સુધી આ વિડિયોને ૪૦૦૦ વ્યુઝ મળ્યા છે. 
સ્થાનિક અહેવાલ મુજબ પોલીસ-વૅનના પાછલા દરવાજામાંથી ઊતરીને કેદી થોડો સમય એમ જ બેસી રહ્યો અને પછી ઊભો થઈને ભાગવા માંડ્યો હતો, જેને લીધે પોલીસને તે નાસી ગયો હોવાની જાણ નહોતી થઈ. પોલીસ-સ્ટેશન પહોંચ્યા પછી વૅનમાં ચોરને ન જોતાં તેમને ચોર નાસી ગયો હોવાની જાણ થાય છે. જોકે ચોર હજી સુધી પકડાયો નથી. 

offbeat news international news brazil