સહેજ દેખાતી કરચલી દૂર કરવા ઇન્જેક્શન લીધું તો અડધા ચહેરા પર લકવો થઈ ગયો

04 October, 2020 08:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

સહેજ દેખાતી કરચલી દૂર કરવા ઇન્જેક્શન લીધું તો અડધા ચહેરા પર લકવો થઈ ગયો

સહેજ દેખાતી કરચલી દૂર કરવા ઇન્જેક્શન લીધું તો અડધા ચહેરા પર લકવો થઈ ગયો

કૉસ્મેટિક પ્રોસીજર્સ અને સર્જરીની ઘેલછા શરીરને સુધારી ન શકાય એવું નુકસાન કરતી હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોવા છતાં એવા કિસ્સાનું પુનરાવર્તન થતું રહે છે. તાજેતરમાં ચીનમાં ચહેરા પરની ચામડીની કરચલીઓના નિવારણ માટે ઇન્જેક્શન્સ લેનારી મિસ શાઓ નામની મહિલાને જબરો આઘાત લાગ્યો હતો. એ ઇન્જેક્શનને કારણે તેના ચહેરા પર લકવો થઈ ગયો છે. હાલમાં પૅ‌રૅલિસિસને કારણે તેનો અડધો ચહેરો સંવેદના ગુમાવી ચૂક્યો છે. જે હૉસ્પિટલમાં રિન્કલ ફિલર ઇન્જેક્શન લીધું એ હૉસ્પિટલે મિસ શાઓને ફેશ્યલ પૅરૅલિસિસની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા હતા. હવે આ બહેને હૉસ્પિટલ સામે અદાલતમાં દાવો માંડ્યો છે.
શીજિયાંગ પ્રાંતના હાંગશો શહેરની મિસ શાઓ નામની ૨૯ વર્ષની યુવતી ગઈ ૧૨ સપ્ટેમ્બરે લોકલ કૉસ્મેટિક હૉસ્પિટલમાં ગઈ હતી. તેણે અગાઉ અનેક વખત ચહેરા પર ચામડીની કરચલીઓ નાબૂદ કરવાનં રિન્કલ ‌ફિલર ઇન્જેક્શન્સ લીધાં હતાં. મિસ શાઓએ ઇન્જેક્શન્સ લીધા પછી તેને આઘાતજનક અનુભવ થયો હતો. એક અઠવાડિયા પછી ૧૯ સપ્ટેમ્બરે મિસ શાઓનો અડધો ચહેરો ખોટો પડી ગયો હતો. તેનું મોઢું વાંકુ થઈ ગયું છે. તેની ડાબી આંખની ભ્રમર કાયમ માટે ઉપર ચડી ગઈ છે. મિસ શાઓને ખોરાક ચાવવામાં અને પ્રવાહી પીવામાં મુશ્કેલી થઈ રહી છે. પ્રવાહી પીવા માટે સ્ટ્રૉનો ઉપયોગ કરવો પડે છે. કહેવાય છે કે હૉસ્પિટલના ડૉક્ટરોએ રિન્કલ ‌‌ફિલર ઇન્જેક્શન આપવાની પ્રોસીજરમાં બેદરકારી રાખવાને કારણે મિસ શાઓને ફેશ્યલ પૅરૅલિસિસ થયો હતો. હૉસ્પિટલના પ્રવક્તાએ મિસ શાઓને ફેશ્યલ પૅરૅલિસિસ માટે રિન્કલ ‌ફિલર ઇન્જેક્શન કારણભૂત હોવાનો ડૉક્ટરોએ ઇનકાર કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે નિષ્ણાત ડૉક્ટરો મિસ શાઓ ચહેરા પર પક્ષઘાતના પ્રભાવમાંથી ક્યારે સાજાં થશે એ કહી શકતા નથી.

international news offbeat news