આ ટેણકીના જિમ્નૅસ્ટિક્સના મૂવ્ઝ ભલભલાને ચોંકાવી દે એવા છે

19 August, 2021 10:41 AM IST  |  Romania | Gujarati Mid-day Correspondent

આ વિડિયોએ પાંચ વખત ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી નિવૃત્ત રોમેનિયન જિમ્નૅસ્ટ નાદિયા કૉમનેસીનું પણ ધ્યાન ખેંચ્યું છે

જિમ્નૅસ્ટિક્સના મૂવ્ઝ કરતી ટેણકી

સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક વિડિયોએ નેટિઝન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વિડિયોમાં લાલ શર્ટ અને બ્લુ પૅન્ટ પહેરેલી એક નાની છોકરી જિમ્નૅસ્ટિક્સનાં કરતબ કરતી જોવા મળે છે. તેના શરીરની લચક અને કૌશલ સોશ્યલ મીડિયા પર જોઈને લોકો મોઢામાં આંગળાં નાખી ગયા છે.

એક મિનિટ અને ૧૧ સેકન્ડના આ વિડિયોમાં છોકરીના કોચ અને અન્યો દૂરથી તેને જોઈ રહ્યા હોય છે એ વખતે જે રીતે છોકરી ટ્સવિસ્ટ અને ટર્ન લે છે એ ભલભલાને અવાક્ કરી દે એવા છે. અત્યાર સુધી આ વિડિયોને ૪૯ લાખ વ્યુઝ મળ્યા છે અને ૯૬,૦૦૦ લાઇક્સ મળી છે.

આ વિડિયોએ પાંચ વખત ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારી નિવૃત્ત રોમેનિયન જિમ્નૅસ્ટ નાદિયા કૉમનેસીનું પણ ધ્યાન ખેંચ્યું છે.

નેટિઝન્સે તેની પ્રશંસા કરવા ઉપરાંત આટલી નાની વયે આકરી શિસ્તનું પાલન કરતા સમર્પિત અભિગમની સરાહના કરી છે, તો વળી કેટલાકે આટલી નાની વયે આવી આકરી તાલીમ આપવા સામે તેના શરીરના અવયવો પર થનારી આડઅસરો પર ચિંતા વ્યક્ત કરી છે.

offbeat news international news viral videos