આ છોકરો ૧૪૯ ભાઈ-બહેનનાં નામ યાદ રાખવાની સારી તરકીબ જાણે છે

25 June, 2021 11:34 AM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

તેમનાં બાળકોમાંથી એક જ વર્ષમાં જન્મેલાં બાળકોનું નામ એકસરખા અક્ષરથી શરૂ થાય છે

મરે બ્લૅકમોર અને તેનાં ભાઈ-બહેન

મરે બ્લૅકમોર તેનાં ૧૪૯ ભાઈ-બહેનનાં નામ કેવી રીતે યાદ રાખે છે એ જાણવા જેવું છે. જોકે એ માટે પહેલાં તેનાં માતા-પિતાએ તમામ બાળકોનાં નામ સરળતાથી યાદ રહી શકે એ માટે નામ રાખવા અપનાવેલી ટ્રિક જાણી લેવા જેવી છે. તેમનાં બાળકોમાંથી એક જ વર્ષમાં જન્મેલાં બાળકોનું નામ એકસરખા અક્ષરથી શરૂ થાય છે.

કૅનેડામાં રહેતું આખું કુટુંબ જ એક સમાજ જેવું છે. ૬૪ વર્ષના વિન્સ્ટન બ્લૅકમોરને ૨૭ પત્ની અને ૧૫૦ બાળકો છે, જેમાં મરે બ્લૅકમોરનો ક્રમ ૬૭મો છે. મરે ૨૦ વર્ષનો છે. તે અવારનવાર તેના પરિવારના વિડિયો અપલોડ કરી પોતાનાં ભાઈ-બહેનનાં નામ યાદ રાખે છે.

એક વિડિયોમાં મરેએ તેનાં માતાપિતાએ સંતાનોનાં નામ રાખવામાં કઈ ટ્રિક અપવાની છે એ જણાવ્યું છે. એક જ વર્ષમાં જન્મેલાં તમામ સંતાનોનાં નામ તેમનાં માતા-પિતાએ એક જ અક્ષરથી શરૂ થાય એવાં રાખ્યાં છે, જેમ કે ૨૦૦૧માં જન્મેલાં તમામ બાળકોનાં નામ ‘એમ’થી શરૂ થાય છે. જેમ કે તેનું નામ મરે છે. તેની સાથેનાં ૧૨ બાળકો (૩ દીકરા અને ૯ દીકરી)નાં નામ પણ એમથી જ શરૂ થાય છે. એક જ વર્ષમાં જન્મેલાં તેનાં ભાઈ-બહેનોનાં નામ આ જ રીતે એક જ અક્ષરથી થાય છે.

મરેને કુલ ૯ સગાં ભાઈ-બહેન છે. તેનો સૌથી મોટો ભાઈ ૪૪ વર્ષનો છે અને સૌથી નાનો માત્ર એક વર્ષનો છે. મરેની માતા હાલમાં ગર્ભવતી છે, તેના બાળકના જન્મ સાથે મરેનાં ભાઈ-બહેનની સંખ્યા વધીને ૧૫૧ થશે.

offbeat news international news canada