17 June, 2026 01:43 PM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગુજરાતમાં રેન્જ રોવરના માલિકને તેની લક્ઝરી કાર કરતાં પાળેલો ડૉગી બહુ વહાલો હોય એવું લાગે છે. મોટા ભાગે લક્ઝરી કાર ધરાવનારા અમીરો કારને કસ્ટમાઇઝ કરાવીને વધુ આકર્ષક બનાવે છે અને અંદરથી વધુ સુવિધાજનક બનાવે છે, પરંતુ ગુજરાતના એક ભાઈએ ડિફેન્ફર રેન્જ રોવર કારને પાળેલા ડૉગીના ચહેરાના મલ્ટિપલ ફોટોગ્રાફ્સથી રૅપ કરી નાખી છે. કેમ આવું કર્યું? તો જવાબ છે પાળેલા ડૉગીનો બર્થ-ડે હતો. કોઈને પસંદ આવે કે ન આવે, આવી યુનિક લક્ઝરી કાર બીજા કોઈની નહીં હોય એની ગૅરન્ટી.