કેરલાના દરિયાકાંઠે વાલના દાણા જેટલો દ્વીપ મળી આવ્યો

19 June, 2021 10:29 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

જુલાપ્પને ગૂગલ અર્થના સ્ક્રીન-શૉટ્સ શૅર કર્યા છે

દ્વીપ

ફેસબુક પર ‘ચેલ્લનામ કાર્શિકા ટૂરિઝમ વિભાગ’ નામના સંગઠનના પ્રમુખ કે. એક્સ. જુલાપ્પને ગૂગલ અર્થના સ્ક્રીન-શૉટ્સ શૅર કર્યા છે, જેમાં અરબી સમુદ્રમાં કેરલાના દરિયાકાંઠા પર વાલના દાણા જેટલો દ્વીપ મળી આવ્યો છે. આ પહેલાં આ દ્વીપ જોવામાં આવ્યો ન હોવાથી નિષ્ણાતો એના વિશે માહિતી મેળવી રહ્યા છે.આ દ્વીપનો ફોટો ભલે જોઈ શકાતો હોય, વાસ્તવમાં એનું અસ્તિત્વ જોવા મળ્યું નથી. સમાચાર માધ્યમમાં જણાવાયા મુજબ આ દ્વીપ લગભગ પશ્ચિમ કોચીના કદનો છે. ગૂગલ-મૅપના આધારે આ દ્વીપ પાણીની અંદર ડૂબેલો છે, પરંતુ માટીનો બનેલો છે કે અન્ય કોઈ વસ્તુનો એ વિશે હજી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

offbeat news national news kerala