ગોવામાં પચીસ મહિલાઓએ ૧૦૦૦ ક્રૉશે પીસથી ૫.૫ મીટર ઊંચું ક્રિસમસ-ટ્રી બનાવ્યું

22 December, 2025 12:44 PM IST  |  Goa | Gujarati Mid-day Correspondent

આ ટ્રી તહેવારોની ઉજવણી માટે ટકાઉ અને લાંબા ગાળે પૃથ્વીને ફાયદાકારક હોય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

આ ટ્રી બનાવવા એક સિવિલ એન્જિનિયરે મેટલની ફ્રેમ ડોનેટ કરી હતી

ક્રિસમસ હવે નજીકમાં છે. વિદેશોની જેમ ભારતમાં પણ ક્રિસમસ-ટ્રી બનવા લાગ્યાં છે. એવામાં મ્યુઝિયમ ઑફ ગોવામાં આ ફેસ્ટિવ સીઝનમાં અનોખું ક્રિસમસ-ટ્રી જોવા મળશે. આર્ટિફિશ્યલ મટીરિયલને બદલે ઇકો-ફ્રેન્ડ્લી દોરાની મદદથી ગૂંથીને બનતી ક્રૉશે આર્ટના પીસને ભેગા કરીને આ ક્રિસમસ-ટ્રી સજાવવામાં આવ્યું છે. આ પહેલ ૨૫ મહિલાઓની છે. તેમણે છેલ્લા ત્રણ મહિનામાં ક્રૉશે વર્ક કરીને૧૦૦૦ જેટલા ક્રૉશે આઇટમ પીસ બનાવ્યા છે. આ ટ્રી બનાવવા એક સિવિલ એન્જિનિયરે મેટલની ફ્રેમ ડોનેટ કરી હતી. આ ફ્રેમ પર ધાગામાંથી ગૂંથેલા જાતજાતના પીસ ગોઠવવામાં આવ્યા છે. આ ટ્રી તહેવારોની ઉજવણી માટે ટકાઉ અને લાંબા ગાળે પૃથ્વીને ફાયદાકારક હોય એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

આ હેલો કિટી કે ટ્રેન નથી, દુકાન છે

ચીનના બીજિંગમાં એક અનોખી શૉપ છે. રોડની કિનારીએથી જાણે ટ્રેનનો ડબ્બો બહાર આવી રહ્યો હોય એવો ભાસ કરાવતી આ ટ્રેનનું એન્જિન હેલો કિટી થીમ પર ડિઝાઇન કર્યું છે. જૅપનીઝ કાર્ટૂન કૅરૅક્ટર હેલો કિટી થીમની આ ટ્રેન એ કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા નથી, પરંતુ અસલમાં દુકાન છે. 

offbeat news christmas goa environment festivals