આ કન્યાએ રાતે રખડતી બિલાડીઓ માટે ખોલ્યું છે મિડનાઇટ કૅફેટેરિયા

03 January, 2021 08:47 AM IST  |  Taiwan | Gujarati Mid-day Correspondent

આ કન્યાએ રાતે રખડતી બિલાડીઓ માટે ખોલ્યું છે મિડનાઇટ કૅફેટેરિયા

મિડનાઇટ કૅફેટેરિયા

એ બિલ્લીપ્રેમી બહેને તાઇવાનની રાજધાની તાઇપેઇમાં રખડતી બિલાડીઓને જમવા અને રહેવા માટેનું સ્થાન બનાવ્યું છે જે પ્રાણીપ્રેમીઓને બહુ પસંદ પડી રહ્યું છે. 

મિડનાઇટ કૅફેટેરિયા નામના આ સ્થળે બિલાડીઓના રહેવા માટે લાકડાનાં નાનાં-નાનાં ૪૫ ઘર તૈયાર કરાયાં છે. અહીં બિલાડીઓને ભોજન તેમ જ આશ્રય આપવામાં આવે છે.

આ આખો આઇડિયા ચેન ચેન યી નામની રિસર્ચરનો છે. આ કૅફેટેરિયા હુંગ પેઇ-લિંગ નામના ગણિતના શિક્ષકના ઘરની નજીકના વિસ્તારમાં શરૂ કરાયું હતું, જ્યાં તેની આસપાસના લોકો પણ તેને રખડતી બિલાડીઓને ખવડાવવામાં મદદ કરે છે.

તાઇવાનમાં અનેક લોકો રખડતાં ડૉગી અને બિલાડીઓને ખવડાવતા હોય છે, પરંતુ પછીથી સફાઈ ન કરતા હોવાથી લોકો રોષે ભરાય છે. જોકે પેઈ લિંગના એક મિત્રએ એક બિલાડીને બચાવ્યા બાદ તે પણ બિલાડીઓની સંભાળ રાખવા તરફ વળી હતી. અન્ય પ્રાણીપ્રેમીઓની જેમ જ તે બિલાડીઓને ખવડાવવામાં, તેનું ઘર ચોખ્ખું રાખવામાં મદદરૂપ થતી હતી. તેનું કહેવું છે કે રખડતાં પ્રાણીઓની સંભાળ માટે તમારે વધુ સમય ફાળવવાની જરૂર નથી, તમે જેટલો સમય આપી શકો એટલા જ સમયમાં એની સંભાળ લેવાની રહે છે. રખડતી બિલાડીઓ આખો દિવસ અહીં-તહીં ભટકતી હોય છે, પણ રાત પડે અને ભૂખ લાગે તો આ કૅટ-ઇટેરિયામાં આવી જાય છે અને અહીં બનાવેલાં લાકડાનાં ઘરમાં સૂઈ જાય છે.

offbeat news international news taiwan