બહેનને હાથના આકારની કુકીઝનું સપનું આવ્યું અને તેમણે એ બનાવી પણ નાખી

04 January, 2021 08:52 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બહેનને હાથના આકારની કુકીઝનું સપનું આવ્યું અને તેમણે એ બનાવી પણ નાખી

બહેને બનાવેલી કુકીઝ

મોટા ભાગે સપનું જોઈને ઊઠ્યા બાદ લોકો એ ભૂલી જતા હોય છે, એમાં પણ જો ડરામણાં સપનાં હોય તો તો સવાલ જ નથી આવતો. અમેરિકાના મેડિસનમાં રહેતી એક ટ્વિટર-યુઝરે રાજાના હાથના આકારની એમઍન્ડએમ કુકી જોઈ, જેમાં ગ્રીક સૅલડ સ્ટફ્ડ હતું.

સપનામાં આટલી ડરાવી દે એવી કુકી જોયા પછી તેણે એને હકીકતમાં બનાવવાનો વિચાર કરીને એક અઠવાડિયાની જહેમત બાદ એને તૈયાર કરી ટ્વિટર પર લોકો સમક્ષ રજૂ કરી. તેનું કહેવું છે કે ક્વૉરન્ટીનના કંટાળાજનક સમયમાં તેને આવું કરવામાં બહુ મજા આવી. આ માટે તેણે ફૂડ ગ્રેડની સિલિકૉન પુટ્ટી ઑર્ડર કરી અને એને પોતાના હાથનો આકાર આપી સખત થવા દીધી. ત્યાર બાદ ઑનલાઇન રેસિપીની મદદથી કુકીનો લોટ તૈયાર કરી એને હાથના આકારના મોલ્ડમાં મૂકી એમાં ગ્રીક સૅલડ સ્ટફ્ડ કરી બેક કરી. નેટિઝન્સ તેના આ અખતરાથી ઘણા ભયભીત છે.

offbeat news international news united states of america