આ પ્રચંડ બિલાડો શાંત અને પ્રેમાળ છે

20 January, 2022 08:25 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

૧૨.૫ કિલોગ્રામ વજનનો અને માત્ર ૨૨ મહિનાનો મૈને કૂન બિલાડો કેફિર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ રચવાથી થોડો જ દૂર છે

કેફિર

યુલિયા મિનિનાનો ૧૨.૫ કિલોગ્રામ (૨૭.૫ પાઉન્ડ) વજનનો અને માત્ર ૨૨ મહિનાનો મૈને કૂન બિલાડો કેફિર ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ રચવાથી થોડો જ દૂર છે. નાની વયે કદમાં મોટો થયેલો આ બિલાડો ખૂબ જ સ્માર્ટ, ઍક્ટિવ અને શાંત છે. આટલા પ્રચંડ શરીર છતાં એ ખૂબ જ શાંત અને પ્રેમાળ છે. 
મિત્રો અને પરિચિતો ઘરે આવે ત્યારે એ બધાના આકર્ષણનું કેન્દ્ર હોય છે. જોકે જ્યારે અજાણ્યા લોકો ઘરે આવે ત્યારે તેઓ એને ડૉગી માની લે છે. 
કેફિરને રાત્રે મારી ઉપર સૂવાની આદત છે. એ નાનો હતો ત્યારે ઠીક હતું પરંતુ હવે એના આટલા વજન સાથે ખૂબ અગવડ પડે છે એમ જણાવતાં યુલિયા મિનિનાએ ઉમેર્યું હતું કે મૈને કૂન બિલાડાઓ ત્રણથી ચાર વર્ષ સુધી વધતા હોય છે એ જોતાં આ બિલાડો હજી વધશે એમ યુલિયા મિનિનાનું માનવું છે. 

offbeat news international news