કોરોનાથી બચવા લોકોએ કર્યો ગજબનો જુગાડ, જુઓ તસવીરો....

15 May, 2020 04:26 PM IST  |  Germany | Gujarati Mid-day Online Correspondent

કોરોનાથી બચવા લોકોએ કર્યો ગજબનો જુગાડ, જુઓ તસવીરો....

માથા પર 'સ્વિમિંગ પૂલ નૂડલ્સ' લગાડીને બેઠેલા લોકો

આખા વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દરમ્યાન લોકો બીજી બાજુ સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કરી રહ્યાં છે. જર્મનીની એક રેસ્ટોરન્ટ 'કૅફે એન્ડ કોંડિટોરી રોથ'એ સોશ્યલ ડિસટન્સિંગનો એક જબરજસ્ત વિચિત્ર આઈડિયા અમલમાં મુક્યો છે જેની તસવીરો સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થઈ છે.

રેસ્ટોરન્ટે પોતાના ફેસબુક પેજ પર ફોટોસ પોસ્ટ કર્યા છે. જેમા રેસ્ટોરન્ટમાં બેઠેલા બધા જ લોકોએ સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કરતા પોતાની હેટ પર 'સ્વિમિંગ પૂલ નૂડલ્સ' લગાડયા છે.

રવિવારે શેર કરવામાં આવેલી આ તસવીરને 1,400 કરત વધુ લોકોએ શેર કરી છે. તેમજ લોકોચદસાસઇચસચને સોશ્યલ ડિસટન્સ જાળવવા માટેનો આ જુગાડ પસંદ પણ આવ્યો છે.

આ પહેલા સ્કુલ જતી વખતે સોશ્યલ ડિસટન્સ મેઈન્ટેન થાય તે માટે બાળકો 'હેડ ગેયર' પહેરીને જતા હતા. કેટલાક બાળકો કાર્ડબોર્ડ હેટ પહેરીને સ્કુલે આવવાનું કહેવામાં આવ્યું હતું. આ તસવીરો પણ સોશ્યલ મિડિયા પર બહુ વાયરલ થઈ હતી.

આ ફક્ત કોઈ એક કે બે દેશની વાત નથી. બધા જ દેશની 'પબ્લિક હેલ્થ એજન્સી' લોકોને સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કરવાની સલાહ આપે છે. એટલું જ નહીં લોકોને સલાહ પણ આપવામાં આવે છે કે તેઓ જ્યારે પણ દુકાનમાં કંઈ લેવા કે પછી બજારમાં ખરીદી કરવા જાય ત્યારે એકબીજા સાથે ઓછામાં ઓછું ત્રણથી છ ફૂટનું અંતર રાખે.

germany coronavirus covid19 offbeat news