જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી પાઇ બનાવે છે જર્મન બેકર

01 June, 2020 10:29 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી પાઇ બનાવે છે જર્મન બેકર

પાઇ

પેસ્ટ્રી કે પાઇ દેખાવમાં ખૂબ સુંદર છે એટલે એ ખાવાની ઇચ્છા રોકી શકાતી નથી એવું કહેનારા ભાગ્યે જ કોઈ મળે, પરંતુ પેસ્ટ્રી-ડિઝાઇનર કરિન ફેઇફ-બોશેક એ કામ માટે લોકપ્રિય છે. કરિન દર અઠવાડિયે ત્રણ પાઇ બનાવે છે. એ પાઇના ફોટો પાડીને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. ત્યાર પછી એ પાઇ જુદા-જુદા મિત્રો કે પાડોશીઓને ખાવા મોકલે છે. કરિનને પેસ્ટ્રી ડિઝાઇનર આર્ટિસ્ટ તરીકે ઘણી ખ્યાતિ મળી છે. કરિનની સખીઓ કહે છે કે કેટલીક પાઈ-પેસ્ટ્રી એવી અદ્ભુત દેખાતી હોય છે કે એના અસ્તિત્વનો પુરાવો પણ રાખી ન શકાય. કરિનને ઍપલ, પમ્પકીન અને બ્લુબેરીની પાઇ ખૂબ ભાવે છે.
જર્મનીમાં ઊછરેલી કરિન તેની મમ્મી અને દાદી પાસે બેકિંગની કળા શીખી હતી. કરિનને પાઇ-પેસ્ટ્રીના ડિઝાઇનિંગનો શોખ વિકસાવવામાં પતિ બ્રુસનો ઘણો સહકાર મળ્યો છે. કરિનની સાસુ અવૉર્ડવિજેતા બેકર હતી. બ્રુસ મૂળ અમેરિકાના ઇન્ડિયાનાનો વતની છે. એ ૧૯૬૦ના દાયકામાં પીએચડી કરવા માટે જર્મની ગયો હતો. બ્રુસ તેની પત્ની કરિનને આકર્ષવા અને ખુશ રાખવા માટે તેની મમ્મીની બેકિંગ-સીક્રેટ્સ જણાવતો રહેતો હતો. કરિને સાસુની રેસિપીમાં થોડો ફેરફાર કરીને સાથે પોતાની ટેક્નિક વિકસાવી હતી. ત્યાર પછી કેકની માફક પાઇને પણ ડેકોરેટ કરવાનું કૌશલ અજમાવ્યું છે.

international news offbeat news