ઇસરોની આ મહિલા રોબો તે બે ભાષા બોલે છે અને માનવચહેરો ઓળખે છે

25 January, 2020 07:48 AM IST  | 

ઇસરોની આ મહિલા રોબો તે બે ભાષા બોલે છે અને માનવચહેરો ઓળખે છે

વ્યોમમિત્રા નામનો રોબો

૨૦૧૧માં દેશના સ્પેસ મિશનમાં પહેલી વખત ભારતીય અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે. ગગનયાન સ્પેસ મિશનમાં માનવીને મોકલતાં પહેલાં આ વર્ષના ડિસેમ્બર મહિનામાં પ્રથમ હાફ હ્યુમેનૉઇડ (પગ વગરની) ફીમેલ રોબોને અવકાશમાં મોકલશે. વ્યોમમિત્રા નામની આ રોબો માનવચહેરા ઓળખે છે અને બે ભાષાઓની જાણકારી સાથે સવાલના જવાબ પણ આપે છે. ડિસેમ્બર મહિનાના આ મિશનને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)નું માનવરહિત યાન મોકલવાનું સાહસ પ્રયોગો અને પ્રવૃત્તિઓમાં યંત્રમાનવોના વપરાશની દિશામાં મોટું પગલું ગણાય છે.

આ પણ વાંચો : ડિલિવરી-બૉય પીત્ઝા પર થૂંકતો દેખાયો એટલે પબ્લિકે તેને...

ખગોળ વિજ્ઞાનીઓએ એક મીડિયા ઇવેન્ટમાં વ્યોમમિત્રાને પત્રકારો સમક્ષ રજૂ કરી ત્યારે એ ફીમેલ રોબોએ અભિવાદન કરતાં કહ્યું હતું, ‘હાય, આઇ ઍમ વ્યોમ મિત્રા ફર્સ્ટ પ્રોટોટાઇપ ઑફ હાફ હ્યુમેનૉઇડ.’

offbeat news hatke news