Fun Friday: ચિકન સેન્ડવીચથી લઈને સોનુના વિડિયોએ આ અઠવાડિયે જગાવી ચર્ચા

20 May, 2022 02:17 PM IST  |  Mumbai | Karan Negandhi

સાથે જ વાયરલ થયો એક પાકિસ્તાનનો ટિકટોક વિડિયો

પ્રતીકાત્મક તસવીર

સોશિયલ મીડિયા દરરોજ કંઈક ચિત્ર-વિચિત્ર વસ્તુઓ વાયરલ થતી રહે છે. દૈનિક જીવન સાથે જોડાયેલી કોઈ સમસ્યા હોય કે સરકારનો નિર્ણય અથવા મંત્રીઓના અળવીત્રા નિવેદનો. દરેક પ્રસંગે મીમ્સ એટલા સામાન્ય છે જેટલી આજના સમયમાં મોંધવારી. સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જ્યાં લાઇકના એક બટન સાથે કેટલાક લોકો લાગણીઓથી છલકાવે છે તો બીનોદ જેવા કોઈ ગુમનામ માણસની કોમેન્ટ કોલાહલ મચાવે છે. તેથી જ અમે દર અઠવાડિયે આવી કેટલીક ઠંડી-ગરમ, ખાટી-મીઠી વાયરલ વાતો તમારા સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો છે.

તમે સ્કૂલ-કોલેજમાં છોકરાઓને ઝઘડતા જોયા હશે, પરંતુ સ્કૂલની છોકરીઓ પણ આવું કરી શકે છે એ માનવું અશક્ય છે. હકીકતમાં દક્ષિણ રાજ્ય કર્ણાટકમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. રાજ્યની રાજધાની બેંગલુરુની એક જાણીતી શાળાની વિદ્યાર્થિનીઓ વચ્ચે લાત-મુક્કા અને લાફાની સાથે છુટ્ટા હાથની મારામારી થઈ, જેનો વિડિયો ખૂબ જ વાયરલ થયો. તમે પણ જુઓ.

વાયરલ થયો એક પાકિસ્તાનનો ટિકટોક વિડિયો, જેમાં દેખાઈ રહ્યું છે કે ટિકટોક સ્ટાર જંગલમાં લાગેલી આગ સામે વિડિયો બનાવી રહી છે. જોકે લોકોએ આ વિડિયો પર સવાલ ઉઠાવ્યા છે. બાદમાં આ ટિકટોક સ્ટાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે તેણીએ કે તેની ટીમે આ આગ લગાવી નથી.

બિહારથી પણ એક વિડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પાસે શિક્ષણની માગણી કરતો 12 વર્ષના સોનુ કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, તમામ પક્ષોના રાજકીય નેતાઓ વિદ્યાર્થીના ઘરે લાઇન લગાવી દીધી છે.

કૂતરા અને વાંદરાની મિત્રતાનો વિડિયો તમને ચોક્કસ મૂડમાં લાવી દેશે. તાજેતરમાં આ વિડિયો લોકોનું મન મોહી રહ્યો છે, જ્યા એક વાનર એક કૂતરાને વેફરનું પેકેટ ચોરી કરવામાં મદદ કરી રહ્યો છે.

આ અઠવાડિયે ચિકન સેન્ડવીચ શબ્દ ટ્રેન્ડમાં રહ્યો. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ, પાર્ટી પર બળાપો કાઢ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે પાર્ટીના નેતાઓને લોકો અને વિકાસની જગ્યાએ તેમનાથી મોટા નેતાઓને ચિકન સેન્ડવીચ મળી કે નહીં તેમાં રસ છે. બસ પછી શું હતું, લોકોએ આ જ મુદ્દે મીમ્સની લહેર ચલાવી. તમે પણ જુઓ...

offbeat news offbeat videos