ફ્રાન્સનો આ કલાકાર ૨૦ દિવસ માટે એક ગ્લાસના ક્યુબમાં રહેશે

18 December, 2020 07:01 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

ફ્રાન્સનો આ કલાકાર ૨૦ દિવસ માટે એક ગ્લાસના ક્યુબમાં રહેશે

કોરોના રોગચાળા સંબંધી જુદા-જુદા મુદ્દા તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કરવાના ઉદ્દેશથી ફ્રાન્સનો કલાકાર ગટેન મરોન ૨૦ દિવસ સુધી પ્લેક્સી ગ્લાસ ક્યુબમાં રહેવાનો છે. ચાર મીટર લાંબી અને ચાર મીટર પહોળી પારદર્શક ક્યુબ માર્સિલેસ શહેરના ખૂબ બિઝી કહેવાતા મૉલમાં છે. ગટેન મરોનના ‘નૉન અસેન્શિયલ’ નામે એ ત્રણેક સપ્તાહના પર્ફોર્મન્સમાં લૉકડાઉન સંબંધી અનેક વિષયોને હાઇલાઇટ કરવામાં આવ્યા હતા. તેનું કહેવું હતું કે આર્ટ અને કલ્ચરને આ લૉકડાઉન દરમ્યાન ‘નૉન-અસેન્શિયલ’ ગણવામાં આવ્યાં હતાં એવું ન થવું જોઈએ. માર્સિલેસ શહેરના મૉલમાં એ ક્યુબ રાખવામાં આવી છે. ત્યાંથી પસાર થતા લોકો એ કલાકાર સાથે વાતો કરી શકે છે અને પૈસા પણ ડોનેટ કરી શકે છે. એ ડોનેશનના પૈસાથી ગટેન સારું ખાઈ-પી શકે છે. તેની ક્યુબમાં તેની પાસે ટીવી, કૉફી મશીન, ટૅબ્લેટ, વાંચવાનાં પુસ્તકો અને મ્યુઝિક સાંભળવાના હેડફોન્સ વગેરે સુવિધા છે. ગટેનનું માનવું છે કે લૉકડાઉન દરમ્યાન આપણી કલા અને સંસ્કૃતિએ આપણને બચાવ્યા છે. બાકી મટીરિયલ કહેવાય એવી સુવિધાઓથી જીવન સમૃદ્ધ નથી બનતું, માત્ર જીવન ટકી શકે છે. ટીવી, એન્ટરટેઇનમેન્ટ, ખાવા-પીવાનું ભલે અસેન્શ્યિલ કહેવાતું હોય, પણ માનવજીવન માટે સૌથી અસેન્શિયલ ચીજ છે માનવસંપર્ક. આ ડાયરેક્ટ માનવસંસર્ગ ક્યુબમાં તેને નથી મળતો જે જીવનને રસકસ વિનાનું બનાવે છે.

offbeat news international news france