ચાર કાનવાળી બિલાડી ઘણી પૉપ્યુલર છે

22 November, 2021 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રાજાને વરદાન હતું કે તે જે વસ્તુને હાથ લગાવે એ સોનાની બની જતી હતી. આ જ રાજાના નામ પરથી મીંદડીમાસીનું નામ પણ મિડાસ રાખવામાં આવ્યું છે.  

ચાર કાનવાળી બિલાડી ઘણી પૉપ્યુલર છે

જેનેટિક મ્યુટેશનને કારણે ચાર કાન અને ખામીયુક્ત જડબાં સાથે ટર્કીમાં જન્મેલી ‘મિડાસ’ નામની મીંદડીમાસી એની આ ખામીયુક્ત ખાસિયત છતાં સોશ્યલ મીડિયા પર સેન્સેશન જગાવતાં ૭૩,૦૦૦ કરતાં વધુ ફૉલોઅર્સ ધરાવે છે. મિડાસનો જન્મ અંકારાના એક બૅકયાર્ડમાં એનાં પાંચ ભાઈ-બહેન સાથે થયો હતો, પછીથી કેનિસ જોસેમેસીએ નામની મહિલાએ એને દત્તક લીધી હતી. તેમનું કહેવું હતું કે પહેલી નજરે જોતાં મને મિડાસ ગમી ગઈ હતી અને હું એને દત્તક લેવા માગતી હતી. તેનું માનવું હતું કે તેની આ વિશેષતા કદાચ તેને ઘર મેળવવામાં નડતરરૂપ ન બને.  
પહેલાં જ ઝેયનો અને સુઝી નામનાં બે ગોલ્ડન રિટ્રાઇવર ધરાવતી કેનિસ જોસેમેસીએ કહ્યું કે ‘હું ક્યારેય બિલાડી ખરીદવા નહોતી માગતી. મને રસ્તા પરની બિલાડીને રેસ્ક્યુ કરીને ઘરે લાવવાની ઇચ્છા હતી. પૌરાણિક વાર્તાઓમાં મિડાસ નામનો એક રાજા હતો, જે તેના ગદર્ભ જેવા કાનથી દુખી હતો. આ રાજાને વરદાન હતું કે તે જે વસ્તુને હાથ લગાવે એ સોનાની બની જતી હતી. આ જ રાજાના નામ પરથી મીંદડીમાસીનું નામ પણ મિડાસ રાખવામાં આવ્યું છે.  
મિડાસને ડૉક્ટર રેસટ નૂરી અસ્લાનનું કહેવું છે કે દેખાવે ભલે અસામાન્ય હોય, પરંતુ ચાર કાન છતાં એને સાંભળવામાં કોઈ તકલીફ નથી પડતી. 
કેનિસ જોસેમેસીનું માનવું છે કે મિડાસની લોકપ્રિયતા જોઈને લોકો પ્રાણીઓ ખરીદવાને બદલે સ્ટ્રીટ ડૉગ્સ કે કૅટને રેસ્ક્યુ કરવા પ્રત્યે વળે. લોકો મિડાસથી એટલા બધા પ્રભાવિત છે કે તેઓ એને જોવા કે એનો ફોટો લેવા અથાક પ્રયાસ કરી રહ્યા છે.

offbeat news