ભલું થાય બરફવર્ષાનું, વરરાજાએ જેસીબીમાં પરણવામાં આવવું પડ્યું

25 January, 2022 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરના પિતાએ આગળ જવા માટે જેસીબી મગાવ્યું હતું, જેમાં વરરાજા, તેના પિતા અને એક ફોટોગ્રાફર બેસીને ૩૦ કિલોમીટર સુધી ગયા હતા, જ્યાં લગ્નની તમામ વિધિ પતાવી એ પછી વધૂને લઈને પાછા આવ્યા હતા.

ભલું થાય બરફવર્ષાનું, વરરાજાએ જેસીબીમાં પરણવામાં આવવું પડ્યું

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના સંગડાહ ગામથી રવિવારે સવારે રતવા માંગ ગામ જવા જાનૈયાઓ નીકળ્યા હતા, પરંતુ હિમવર્ષાને કારણે રસ્તો બંધ થઈ જતાં જાન ડલયાણુ સુધી જ જઈ શકી હતી. ત્યાર બાદ વરના પિતાએ આગળ જવા માટે જેસીબી મગાવ્યું હતું, જેમાં વરરાજા, તેના પિતા અને એક ફોટોગ્રાફર બેસીને ૩૦ કિલોમીટર સુધી ગયા હતા, જ્યાં લગ્નની તમામ વિધિ પતાવી એ પછી વધૂને લઈને પાછા આવ્યા હતા.

offbeat news