ચોરેલા અર્થમૂવર મશીનથી મર્સિડીઝના ભૂતપૂર્વ કર્મચારીએ કર્યું આ...

04 January, 2021 09:34 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

ચોરેલા અર્થમૂવર મશીનથી મર્સિડીઝના ભૂતપૂર્વ કર્મચારીએ કર્યું આ...

સ્પેનના ઉત્તર ભાગના બાસ્ક પ્રાંતના પાટનગર વિક્ટોરિયા શહેરમાં મર્સિડીઝ કંપનીના કારખાનામાં તાજેતરમાં એના એક ભૂતપૂર્વ કર્મચારીએ તોડફોડ કરીને પાંચ મિલ્યન પાઉન્ડ (અંદાજે ૫૦ કરોડ રૂપિયા)ની મિલકતનું નુકસાન કર્યું હતું. ૩૮ વર્ષનો એ માણસ ૧૮ કિલોમીટર દૂરના લેગુટિયાનો શહેરમાંથી જેસીબી મશીન ચોરી લાવ્યો અને કારખાનામાં ૬૯ વાહનો અને ઘણાં યંત્રોને ભંગારમાં ફેરવી નાખ્યાં હતાં. એર્ઝાઇન્ત્ઝા પોલીસે અપરાધીની ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે. તોફાને ચડેલા કર્મચારીએ કારખાનામાં તોડફોડ કર્યાનો આ કદાચ વિશ્વવિક્રમ ગણી શકાય. ખાસ કરીને એકલે હાથે કોઈએ આટલું બધું નુકસાન કર્યાની નોંધ ક્યાંય મળતી નથી. 

offbeat news international news spain