અમેરિકામાં પ્રથમ વખત અશ્વેત મહિલાના નામનો સિક્કો

13 January, 2022 01:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૦માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા તેમને પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

અમેરિકામાં પ્રથમ વખત અશ્વેત મહિલાના નામનો સિક્કો

અમેરિકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રથમ વખત એક અશ્વેત મહિલા કવિ માયા એન્જેલોના નામનો ૨૫ સેન્ટનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. માયા એન્જેલો એક કવિ, કાર્યકર, રાષ્ટ્રપતિના સત્તાના પ્રાંરભ વખતે કવિતા લખનાર અને રજૂ કરનાર પ્રથમ અશ્વેત મહિલા હતી. એન્જેલો ૨૦૧૪માં ૮૬ વર્ષની વયે મરણ પામ્યાં હતાં. તેમણે ૧૯૬૯માં આત્મકથા લખી હતી અને ૩૦થી વધુ બેસ્ટ સેલિંગ કૃતિઓ લખી હતી. ૨૦૧૦માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા તેમને પ્રેસિડેન્શિયલ મેડલ ઑફ ફ્રીડમ અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 

offbeat news international news world news