છ વર્ષથી આ ભાઈ માત્ર કપાળના ફોટો મૂકે છે સોશ્યલ મીડિયા પર

03 September, 2020 12:02 PM IST  |  Mumbai | Mumbai correspondent

છ વર્ષથી આ ભાઈ માત્ર કપાળના ફોટો મૂકે છે સોશ્યલ મીડિયા પર

જ્યૉર્જિયો શીઇચ

સામાન્ય રીતે પરંપરાગત રીતે ગ્રીક લોકો અત્યંત બુદ્ધિશાળી મનાય છે. એ પ્રખર બૌદ્ધિકતાને કારણે કદાચ અવનવા પ્રયોગો કરવામાં પણ તેઓ અગ્રેસર મનાય છે. ગ્રીસના માલ્ટાના રહેવાસી 25 વર્ષના યુવાને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર દર અઠવાડિયે પોતાના કપાળ અને કપાળના ભાગોના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને લોકોમાં કુતૂહલ જગાવ્યું છે. જ્યૉર્જિયો શીઇચ નામનો એ યુવાન છ વર્ષથી કપાળના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરે છે. તેનો ટાર્ગેટ કપાળના ફોટોગ્રાફસ પોસ્ટ કરવાના દસ વર્ષ પૂરાં કરવાનો છે.
જ્યૉર્જિયોને એવા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવાની આદત કેવી રીતે પડી એની કથા પણ રસપ્રદ છે. જ્યૉર્જિયો છ વર્ષ પહેલાં એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો. બન્ને ડેટિંગ પર મળે ત્યારે અથવા ફોન પર છોકરીને ‘તું ક્યાં હતો અથવા તું હમણાં ક્યાં છે?’ એવા સવાલો પૂછવાની આદત હતી. પ્રેમિકાના સવાલના જવાબમાં જ્યૉર્જિયો તેના કપાળની પાછળ સંબંધિત સ્થળનું બૅકગ્રાઉન્ડ આવે એ રીતે ફોટોગ્રાફ પોસ્ટ કરતો હતો. એ યુવતી સાથે સંબંધ તૂટી ગયા પછી પણ જ્યૉર્જિયોની કપાળના ફોટોગ્રાફ્સ લેવાની આદત ન ગઈ. તે પોતાના કપાળના ફોટોગ્રાફ્સના મોહમાં પડ્યો હતો. એથી એ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવા માટે તેણે ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ ખોલ્યું. જ્યૉર્જિયોને સોશ્યલ મીડિયાની બહુ ઘેલછા નથી અને ઇન્સ્ટાગ્રામ માટે પણ બહુ આકર્ષણ નથી. તે મુખ્યત્વે પોતાના કપાળની તસવીરો પ્રદર્શિત કરવા માટે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો ઉપયોગ કરે છે.

international news offbeat news