થાઇલૅન્ડમાં લિફ્ટના બટન્સના સ્થાને ફુટ પેડલ્સ બેસાડ્યાં

23 May, 2020 09:06 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડમાં લિફ્ટના બટન્સના સ્થાને ફુટ પેડલ્સ બેસાડ્યાં

માર્ચ મહિના પછી થાઇલૅન્ડમાં રવિવારે પ્રથમ વાર મૉલ્સ અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ ખોલવામાં આવ્યા હતા. કોરોના વાઇરસનો પ્રસાર રોકવા અને ગ્રાહકોને ફરી બેઝિઝક ખરીદી કરવા આકર્ષિત કરવા થાઇલૅન્ડમાં એક મૉલમાં લિફ્ટના બટનના સ્થાને પેડલ્સ મૂકવામાં આવ્યાં છે.

બૅન્ગકૉકના સીકોન સ્ક્વેરના ગ્રાહકો પહેલાં તો લિફ્ટની બહાર અને અંદર બટનના સ્થાને પેડલ જોઈને આશ્ચર્ય પામ્યા પણ પછી તેમને આ પદ્ધતિ સુરક્ષિત અને આવકાર્ય લાગી. પગનાં પેડલ્સથી દુકાનદારોને થોડી રાહત મળે છે. જ્યારે તમે કોઈ ચીજને સ્પર્શ કરો ત્યારે ચેપ લાગવાનો સૌથી વધુ ભય રહેલો હોય છે. દિવસ દરમ્યાન તમે અનેક વેળા તમારા ચહેરાને સ્પર્શ કરો અને વાઇરસ તમારા મોઢા ને આંખો દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે આથી જ અમને હાથમુક્ત, પગથી ચાલતી એલિવેટરનો આ વિચાર આવ્યો.

international news thailand offbeat news coronavirus covid19