ફ્લૉરિડાના સ્નૅક હન્ટરે ખૂબ મહેનત બાદ ૧૭ ફુટ લાંબો અજગર પકડ્યો

14 June, 2020 09:08 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ફ્લૉરિડાના સ્નૅક હન્ટરે ખૂબ મહેનત બાદ ૧૭ ફુટ લાંબો અજગર પકડ્યો

અજગર

અમેરિકાના ફ્લૉરિડાના સર્પશિકારી કે સર્ મિત્ર માઇક કિમેલે ઘણા સંઘર્ષ પછી ૧૭ ફુટ લાંબો અજગર પકડીને એનો વિડિયો સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. વિડિયોમાં અજગર માઇકના શરીર પર લપેટાયેલો જોવા મળે છે. થોડા દિવસ પહેલાં સવારે ફ્લૉરિડામાં કાદવ ભરેલા વનક્ષેત્રમાં માઇક ગયો ત્યારે લગભગ ૧૧ વાગ્યે તેને અજગર જોવા મળ્યો હતો. શરૂઆતમાં ઘાસ અને ઝાડી-ઝાંખરાને કારણે માઇકને એના કદનો ખ્યાલ આવ્યો નહોતો, પરંતુ માઇક અજગરને માપતો હતો ત્યારે માદા અજગર નિર્ભયતાથી આગળ વધીને માઇકની હિલચાલનો અંદાજ મેળવતી હતી. માઇક આગળ વધીને અજગર કેટલો લાંબો છે એ જોવા-જાણવાનો પ્રયત્ન કરતો હતો. એકબીજાને માપવાના સામસામા સંઘર્ષમાં અજગરે માઇકના હાથમાં બાવડા અને કાંડા પાસેના ભાગમાં બચકું ભરતાં માઇકના શરીરમાંથી એકાદ ગૅલન જેટલું લોહી વહી ગયું હતું. માઇકે રાક્ષસી કદના અજગરનું માથું પકડી લીધું, પરંતુ ૧૭ ફુટના છેવાડે પૂંછડી અંકુશમાં લેતાં નાકે દમ આવ્યો હતો. બળવાન અજગરને અંકુશમાં લેવાના સંઘર્ષના અનુભવને માઇક ‘ડાન્સિંગ વિથ ડેવિલ’ તરીકે વર્ણવે છે. ૧૫૦ પાઉન્ડથી વધારે વજનનો અજગર અંકુશમાં આવ્યા પછી માઇક એને ઉપાડીને બોટમાં લઈ ગયો અને એ રાક્ષસી પ્રાણીને ખતમ પણ કરી નાખ્યું હતું. 

international news offbeat news