ગનના ફોટોગ્રાફને કારણે ફ્લાઇટ અટકાવાઈ

26 July, 2021 10:32 AM IST  |  San Francisco | Gujarati Mid-day Correspondent

સૅન ફ્રાન્સિસ્કોથી ઑલેન્ડો જનારી ફ્લાઇટમાં એક ટીનેજરે રમકડાની ઍરસૉફ્ટ ગનનો ફોટો આઇફોન વાપરતા સાથીમુસાફરોને મોકલતાં જ મુસાફરો ગભરાઈ ગયા હતા

પ્રતીકાત્મક તસવીર

યુનાઇટેડ ઍરલાઇન્સની તાજેતરની એક ફ્લાઇટમાં એક ટીનેજરે ભૂલથી કહો કે મજાકમાં, અનેક સાથી મુસાફરોને ચિંતામાં મૂકી દીધા હતા અને ઍરલાઇન્સના સત્તાવાળાઓને દોડતા કરી દીધા હતા. આ બનાવમાં પરિણામ એ આવ્યું કે સલામતી સામે જોખમ હોવાના ભયથી આખી ફ્લાઇટ ખાલી કરાવવી પડી હતી.

સૅન ફ્રાન્સિસ્કોથી ઑલેન્ડો જનારી ફ્લાઇટમાં એક ટીનેજરે રમકડાની ઍરસૉફ્ટ ગનનો ફોટો આઇફોન વાપરતા સાથીમુસાફરોને મોકલતાં જ મુસાફરો ગભરાઈ ગયા હતા. તેમણે ફરિયાદ કરી એને પગલે પાઇલટે ‘વિમાનમાં અસલામતી’નો સંદેશ વહેતો કર્યો હતો. મુસાફરોને વિમાનમાંથી ઊતરી જવાનું કહેવાયું હતું અને આખું વિમાન તપાસવામાં આવ્યું હતું. ટીનેજરને સલામતી રક્ષકોએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘મારી પાસે સાચી ઍરસૉફ્ટ ગન છે જ નહીં. માત્ર મારી પાસે ફોટો હતો જે મેં ફૉર્વર્ડ કર્યો.’ રક્ષકોએ ટીનેજરની સઘન પૂછપરછ કરી હતી અને પછી વિમાનને એ જ પૅસેન્જર્સ સાથે રવાના કરવામાં આવ્યું આવ્યું હતું.

offbeat news international news san francisco