4 મિનિટમાં ૧૫૦ દેશોની રાજધાની અને રાષ્ટ્રધ્વજ ઓળખતી 5 વર્ષની વન્ડરગર્લ

09 January, 2021 09:00 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

4 મિનિટમાં ૧૫૦ દેશોની રાજધાની અને રાષ્ટ્રધ્વજ ઓળખતી 5 વર્ષની વન્ડરગર્લ

પ્રેશા ખેમાણી

વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજ, તમામ દેશોનાં નામ અને રાજધાનીનાં નામ યાદ રાખવાં સરળ નથી. જો તમે ૧૦૦ દેશો કરતાં વધુની વિગતો જાણતા હો તો તમે સદ્ભાગી છો.

પણ પાંચ વર્ષની પ્રેશા ખેમાણી માટે ૧૫૦ દેશોના ધ્વજ, રાજધાની અને નામ યાદ રાખવાં એ  કાંઈ બહુ મોટી વાત નથી. આ નાનીઅમથી છોકરીએ માત્ર ચાર મિનિટ અને ૧૭ સેકન્ડમાં ૧૫૦ દેશોનાં નામ સહિત રાજધાની અને ધ્વજ પણ ઓળખી બતાવીને નવો વિશ્વવિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. પ્રેશાને રંગબેરંગી રાષ્ટ્રધ્વજોમાં ઘણો રસ પડ્યો અને તે મને તેમના દેશો વિશે પૂછતી રહેતી. મેં તેને એ દેશોનાં નામ, રાજધાની વગેરે જણાવ્યું અને તે તરત આ વિગતો યાદ રાખવા માંડી એમ પ્રેનાના પપ્પા ભારતે જણાવ્યું હતું. પ્રેશાનું આગામી લક્ષ્ય વિવિધ દેશોના વડા પ્રધાનો, પ્રમુખો, ભાષાઓ અને ચલણનાં નામ યાદ રાખવાનું છે.

offbeat news national news