પાળેલો પોપટ ઝાડ પર બેસી ગયો, નીચે ઉતારવા ફાયર-બ્રિગેડ બોલાવવી પડી

24 April, 2026 01:19 PM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

છત્તીસગઢના નારાયણપુરમાં એક પાળેલા પોપટને બચાવવા માટે લોકો બેબાકળા થઈ ગયા. એક બૉય્ઝ હૉસ્ટેલ પાસે પોપટભાઈ ભયંકર ગરમીમાં ઝાડની ઊંચી ડાળીએ જઈને બેસી ગયા. પોપટ ક્યાંય સુધી બેસી રહ્યો અને કેમેય નીચે ઊતરતો નહોતો.

પાળેલો પોપટ ઝાડ પર બેસી ગયો, નીચે ઉતારવા ફાયર-બ્રિગેડ બોલાવવી પડી

છત્તીસગઢના નારાયણપુરમાં એક પાળેલા પોપટને બચાવવા માટે લોકો બેબાકળા થઈ ગયા. એક બૉય્ઝ હૉસ્ટેલ પાસે પોપટભાઈ ભયંકર ગરમીમાં ઝાડની ઊંચી ડાળીએ જઈને બેસી ગયા. પોપટ ક્યાંય સુધી બેસી રહ્યો અને કેમેય નીચે ઊતરતો નહોતો. પોપટ પાળેલો હતો એટલે માલિકને એ પાછો જોઈતો હતો, પણ પોપટ ઝાડની ડાળી પરથી ટસનો મસ નહોતો થતો. આખરે માલિકે પોપટને બચાવવા માટે ફાયર-બિગ્રેડ બોલાવી. અગ્નિશામક દળે ઝાડ પર પાણીના ફુવારા છોડ્યા, પણ ડાળી ઘણે ઊંચે હતી એટલે પહેલાં તો ત્યાં સુધી પાણી પહોંચ્યું નહીં. આખરે વધુ ફોર્સ સાથે પાણીની છોળો ઉડાડી તો પોપટભાઈ ઝાડની ડાળી પરથી ઊડીને પાસેની બિલ્ડિંગની છત પર જઈને બેઠા. જોકે છત પર પહોંચવાનો રસ્તો સાફ હતો એટલે ફાયર-બ્રિગેડના જવાનોએ છત પરથી પોપટને પકડી લીધો. પોપટને ઝાડ પરથી ઉતારવા માટે હજારો લીટર પાણી બરબાદ કરવામાં આવ્યું હતું. ભીષણ ગરમીમાં પાણીની અછત છે ત્યારે માત્ર એક પોપટને ઝાડ પરથી ઉતારવાની લાયમાં આટલાબધા પાણીની બરબાદી માટે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. 

offbeat news chhattisgarh national news social media india Bharat