ફાયર-ફાઇટ‌ર્સને પાંચ વર્ષના બાળકે ગિફ્ટમાં ઢીંગલો કેમ આપ્યો જાણો કારણ

04 October, 2020 09:07 AM IST  |  Mumbai | Mumbai correspondent

ફાયર-ફાઇટ‌ર્સને પાંચ વર્ષના બાળકે ગિફ્ટમાં ઢીંગલો કેમ આપ્યો જાણો કારણ

ફાયર-ફાઇટ‌ર્સને પાંચ વર્ષના બાળકે ગિફ્ટમાં ઢીંગલો કેમ આપ્યો જાણો કારણ

પશ્ચિમ અમેરિકાના ઓરેગોનમાં પાંચ વર્ષના બાળકને સતત સક્રિય રહેતા ફાયર-ફાઇટર્સને કંટાળો આવતો હશે ત્યારે શું કરતા હશે એના વિચારો આવતા હતા અને એકાંત, સાથ-સંગાથની ચિંતા થઈ. એ બાળકે તેની દાદીમાની મદદથી એ ફાયર-ફાઇટર્સને બેબી યોડા નામે ઢીંગલો ભેટ મોકલ્યો છે. એ ભેટ સાથે તેણે ચિઠ્ઠી લખી છે કે તમને જો બહુ એકલું  લાગતું હોય તો આ ઢીંગલો તમને સંગાથ આપશે. ઢીંગલો ફાયર-ફાઇટરના રૂપમાં હોવાથી એ ઓરેગોનના ફાયર-ફાઇટર્સને મોકલવામાં આવી છે. ઓરેગોનના સ્કાપુઝ વિસ્તારની રહેવાસી ૫૪ વર્ષની સાશા ટિનિંગ તેના પૌત્ર કાર્વર સાથે ખરીદી માટે નીકળી હતી ત્યારે ફાયર-ફાઇટરના વેશમાં સજાવેલો નાનકડો ઢીંગલો જોયો હતો. એ વખતે પૌત્ર અને દાદીમાને એ ઢીંગલો એ પ્રદેશના ફાયર-ફાઇટર્સને ભેટમાં મોકલવાનો વિચાર આવ્યો હતો. ફેસબુક-પેજ ‘બેબી યોડા ફાઇટ્સ ફાયર્સ’ માં ઢીંગલાની યાત્રા વર્ણવવામાં આવી છે. એ ફેસબુક-પેજના ૩૦,૦૦૦થી વધારે ફૉલોઅર્સ છે અને હજી વધતા જાય છે. 

international news offbeat news