ચોરનું કન્ફેશન : ચોરી કરકે અચ્છા લગા, લેકિન બાદ મેં પછતાવા હુઆ

06 December, 2022 08:50 AM IST  |  Raipur | Gujarati Mid-day Correspondent

ચોર એસપીને જણાવે છે કે ‘મેં એક ઘરમાંથી ૧૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી

ચોર દુર્ગ પોલીસ સ્ટેશનના એસપી ડૉક્ટર અભિષેક પલ્લવા સમક્ષ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી રહ્યો છે

છત્તીસગઢના દુર્ગ જિલ્લાના પોલીસ-સ્ટેશનનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે, જેમાં એક ચોર પોતે કરેલી ચોરીની કબૂલાત કરી રહ્યો છે. 

વિડિયોમાં ચોર દુર્ગ પોલીસ સ્ટેશનના એસપી ડૉક્ટર અભિષેક પલ્લવા સમક્ષ પોતે ચોરી કરી હોવાની કબૂલાત કરી રહેલો જોઈ શકાય છે. ચોર એસપીને જણાવે છે કે ‘મેં એક ઘરમાંથી ૧૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી, પરંતુ પછીથી મને ખોટું કામ કર્યાનો પસ્તાવો થયો છે.’ પોલીસ ઑફિસરે તેને પૂછ્યું કે ‘કૈસા લગા ચોરી કરને કે બાદ?’ ચોરે કહ્યું કે ‘અચ્છા લગા, લેકિન બાદ મેં પછતાવા હુઆ, સર.’

ચોરીના પૈસાનું શું કર્યું એમ પૂછતાં ચોર કહે છે કે ‘મેં આ પૈસામાંથી રસ્તે રખડતા ડૉગીને તેમ જ ગાય-ભેંસને ખવડાવ્યું અને ગરીબોને ધાબળા વહેંચ્યા હતા, જેનાથી મને ગરીબોના આશીર્વાદ મળ્યા હતા.’ 

ચોર નિખાલસપણે બધું એસપીને જણાવી રહ્યો હતો એ વેળાનો વિડિયો ટ‍્‍વિટરના ‘ઝિંદગી ગુલઝાર હૈ’ પેજ પર અપલોડ કરાયો છે. અત્યાર સુધી આ વિડિયોને ૯ લાખ વ્યુઝ અને અસંખ્ય કમેન્ટ્સ મળી છે.

offbeat news viral videos chattisgarh raipur