પુત્રની ધરપકડ રોકવા પિતાએ પોલીસને બુલડોઝરથી ડરાવ્યા

28 June, 2022 09:25 AM IST  |  Vermont | Gujarati Mid-day Correspondent

પ્રાપ્ત માહિતી મુજબ આરોપી પુત્ર પર હુમલા અને લૂંટનો કેસ છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

અમેરિકાના વર્મોન્ટ રાજ્યની પોલીસે એક ચોંકાવનારી વિડિયો-ક્લિપ ઑનલાઇન અપલોડ કરી છે, જેમાં પુત્રની ધરપકડને રોકવા માટે પિતા પોલીસ ​અધિકારીઓને બુલડોઝરથી ડરાવે છે. પોલીસો જેવા તેના પુત્રને પકડવાનો પ્રયાસ કરે કે તરત જ તેના પિતા બુલડોઝરની બકેટને તેમના તરફ ફંગોળીને તેમને ડરાવતો હોવાનું વિડિયોમાં જોઈ શકાય છે. પ્રાપ્ત માહિતી મુજબ આરોપી પુત્ર પર હુમલા અને લૂંટનો કેસ છે.  

બાળકોના રક્ષણ માટે પિતા કંઈ પણ કરવા તૈયાર હોય છે. આમાં તે ઘણી વાર અન્યને તકલીફ પહોંચાડતો હોય છે. જોકે આ પ્રકારે બાળકોનો આંધળો બચાવ કરવાથી તેઓ ખોટા રસ્તે વળી જતાં હોય છે. મોટા ભાગે આવા કિસ્સા વધુ જાહેર થતા નથી, પરંતુ જો થાય તો એ ચર્ચાના ચકડોળે ચડતા હોય છે.

ધરપકડ કરવા આવેલા ઑફિસર્સમાંથી એકને બુલડોઝરની બકેટ વાગતાં તેણે પિતા પર બંદૂક તાકી હતી તથા પાછળથી પુત્રની સાથે પેરન્ટ્સની પણ ધરપકડ કરી હતી. આરોપીના પિતાની અધિકારીઓ પર હુમલો કરવા અને ધરપકડનો 
પ્રતિકાર કરવા માટે ધરપકડ કરવામાં આવી હતી.

offbeat news international news