સસરા નથી ઈચ્છતા કે વહુને એકેય બાળક થાય! કારણ જાણીને ચોંકી જશો

18 October, 2020 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સસરા નથી ઈચ્છતા કે વહુને એકેય બાળક થાય! કારણ જાણીને ચોંકી જશો

પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે દાદા-દાદીનું એક જ સપનું હોય છે કે, તેમનોન પૌત્ર કે પૌત્ર તેમના ખોળામાં ખુશખુશાલ રમતા હોય. પણ તાજેતરમાં ભોપાલમાં એક અજીબ ઘટના બની છે. જે ખરેખર ચોંકાવનારી છે. અહીં રહેતા એક દાદા નથી ઈચ્છતા કે તેમની વહુ એકેય બાળકને જન્મ આપે અને તેમના ખોળામાં પૌત્ર-પૌત્રી રમતા હોય. આખી ઘટના વાંચશો તો તમને પણ આશ્ચર્ય થશે જ.

ભોપાલમાં એક દાદા એવા પણ છે કે તેણે પોતાના દિકરાની વહુને સંતાનોને જન્મ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે એકનાએક દિકરાની વહુ પર બાળકો પૈદા નહીં કરવા પર દબાણ લગાવ્યુ છે. તેમણે કહ્યુ છે કે, જો એક પણ સંતાન થશે તો તેઓ પોતાની સંપત્તિમાંથી દિકરાને બેદખલ કરશે. આખરે લગ્નના સાત વર્ષ બાદ પણ એકેય સંતાન ન આવતા દુ:ખી થયેલી પુત્રવધુએ ફૅમેલી કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. તેણે કોર્ટ સામે અપીલ કરી હતી કે, તેના સસરાને આ બાબતે સમજાવામાં આવે. ત્યારે હવે કોર્ટે પણ આગામી સુનાવણીમાં સસરાને હાજર રહેવા જણાવ્યું છે.

આ અજીબ કિસ્સો ભોપાલના એક સેવાનિવૃત અધિકારીના પરિવારનો છે. દીકરો ખાનગી કંપનીમાં કર્મચારી છે અને વહુ હાઉસવાઈફ છે. સેવાનિવૃત્ત અધિકારી નથી ઈચ્છતા કે તેમની વહુ એકેય બાળકને જન્મ આપે. લગ્નના શરૂઆતના દિવસોમાં તો વહુએ સસરા અને પતિને સમજાવવાની કોશિશ કરી, પણ મામલો થાળે પડ્યો નહીં. સમાજ અને પરિવારના મેણા સાંભળી કંટાળેલી વહુએ આખરે કોર્ટ જવાનું પસંદ કર્યું. છેલ્લા દોઢ મહિનાથી ચાલતી આ સુનાવણીનો હજૂ પણ અંત આવ્યો નથી. તેના કાઉન્સિલરે પતિ-પત્નિને અલગ રહેવા સલાહ આપી હતી, જો કે પતિ માતા-પિતાથી અલગ રહેવા તૈયાર નથી. સસરા પણ માનવા તૈયાર નથી, સાસૂ ઘણા સમય પહેલા મૃત્યુ પામ્યા છે.

જ્યારે કાઉન્સિલરે સેવાનિવૃત અધિકારી સાથે આ સમગ્ર મામલે વાત કરી તો તેમણે જણાવ્યુ કે, જો દિકરા અને વહુને ત્યાં સંતાન આવશે તો તેઓ મારું ધ્યાન રાખશે નહીં. તેમજ મને વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. દિકરાના લગ્ન મેં છોકરા પૈદા કરવા નથી કર્યા. દિકરા વહુની પહેલી ફરજ મારી સેવાચાકરી કરવાની છે. મારા મર્યા પછી આ લોકોમે જેટલા બાળકો પૈદા કરવા હોય તેટલા કરી શકે છે. પણ જો અત્યારે વહુને બાળકો જોઈતા હોય તો મારા દિકરાને છૂટાછેડા આપી અન્ય જગ્યાએ લગ્ન કરી બાળકો પૈદા કરી શકે છે.

પ્રથમ કાઉન્સલિંગમાં પતિએ કહ્યું છે કે, પિતાને કોઈ સંતાન નથી જોઈતું. જો અમે આમ કરીશું તો તેઓ અમને તેમની મિલકતમાંથી હાંકી કાઢશે. જ્યારે કાઉન્સલિંગ દરમિયાન પુત્રવધૂએ વચન આપ્યું હતું કે તે કોર્ટમાં સોગંદનામું આપવા તૈયાર છે કે સંતાન થયા પછી પણ તેણી સસરાની સેવા કરશે.

હવે આવતા મહિને કોર્ટની સુનાવણીમાં શું થાય છે તે જોવાનું રહેશે.

national news bhopal offbeat news