પપ્પાને સોશ્યલ મીડિયા પર મળ્યો ડૅડ ઑફ ધ યરનો ખિતાબ

03 April, 2020 08:02 AM IST  |  Mumbai Desk

પપ્પાને સોશ્યલ મીડિયા પર મળ્યો ડૅડ ઑફ ધ યરનો ખિતાબ

કોરોના વાઇરસને કારણે કરાયેલા લૉકડાઉનમાં બાળકોને આનંદિત અને ઍક્ટિવ રાખવા ૩૯ વર્ષના ડેરેન વિલકોક્સે તેના ઘરમાં જ ૨૨x૧૩ મીટરની પિચ તૈયાર કરી એનાથી મળેલા પરિણામને ટ્વિટર પર પોસ્ટ કર્યું છે, જેને પગલે તેને ડૅડ ઑફ ધ યરનો અવૉર્ડ મળ્યો છે. ટ્વિટર પર તેણે જણાવ્યું હતું કે લૉકડાઉનને કારણે જે બાળકોનાનાં માતા-પિતા ઇમર્જન્સી સેવા સાથે સંકળાયેલા ન હોય તેમને ઘરે મોકલી દેવામાં આવ્યાં હતાં જેને પગલે તેના પુત્રના ફુટબૉલના ક્લાસ અને પુત્રીના જિમ્નૅસ્ટિક્સના ક્લાસ બંધ થઈ ગયા હતા.

આથી લૉકડાઉનમાં બાળકોને ઍક્ટિવ રાખવા તેણે આ માર્ગ અપનાવ્યો હતો. ડેરેન ૧૬ વર્ષની વયથી રગ્બીની પિચ તૈયાર કરવાનું કામ કરતો હોવાથી તેને માટે ફુટબૉલની પિચ બનાવવું મુશ્કેલ નહોતું છતાં તેને લગભગ દોઢેક કલાકનો સમય લાગ્યો હતો પિચ તૈયાર કરવામાં. જોકે હવે તેનાં બાળકો ઘરમાં જ ફુટબૉલ રમીને સમય પસાર કરી શકે છે.

offbeat news international news coronavirus covid19