જલંધરના ખેડૂતે ટ્રકમાં બનાવ્યું ઘર

05 January, 2021 08:22 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જલંધરના ખેડૂતે ટ્રકમાં બનાવ્યું ઘર

ટ્રકમાં બનાવેલું ઘર

હાલમાં ન્યુ દિલ્હીમાં સિંઘુ બોર્ડર પર હજારોની સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન માટે કેટલાય દિવસથી ધામા નાખીને બેઠા છે. કોઈક પોતાના ટ્રૅક્ટરમાં સૂઈ જાય છે તો કેટલાક કામચલાઉ તંબુ તાણીને રહે છે. જોકે જલંધરના હરપ્રીત સિંહ મટ્ટુ નામના કિસાનભાઈને પોતાના ઘરનો અહંગરો એટલો સાલ્યો કે તેમણે વિરોધ પ્રદર્શનની સાથે-સાથે પોતાની ટ્રકના પાછળના ભાગમાં મજાનું ઘર બનાવી લીધું છે. છેક બીજી ડિસેમ્બરથી ઘરબાર છોડીને સિંઘુ બોર્ડર પર પ્રોટેસ્ટ કરી રહેલા હરપ્રીત સિંહને પોતાનું ઘર બહુ મિસ થતું હોવાથી તેણે ટ્રકની અંદર એવી સજાવટ કરી છે કે એની અંદર નૉર્મલ પંજાબી ઘર જેવું જ લાગે. એમાં સોફા, બેડ, ટૉઇલેટ, મોબાઇલ ચાર્જિંગ પૉઇન્ટ્સ બધું જ છે.

offbeat news national news jalandhar