કેકને લીધે આંખ જ જાત...

31 July, 2021 01:32 PM IST  |  Mumbai | Agency

ડૉક્ટર્સનું કહેવું છે કે સળી મહિલાના ડોળાની સહેજ બાજુમાં લાગી હતી, જેથી તેની દૃષ્ટિ અકબંધ રહી હતી. જો ડોળા પર સળી વાગી હોત તો તેને અંધાપો આવવાની શક્યતા હતી. 

કેકને લીધે આંખ જ જાત...

જન્મદિવસની ઉજવણી કરતી વખતે કેક કાપ્યા પછી મિત્રો દ્વારા કેક મોઢા પર રંગવાની આજકાલ જાણે ફૅશન બની ગ, છે. આમાં કેકનો તો બગાડ થાય જ છે, પરંતુ તે ઘણી વાર જોખમી પણ બની રહે છે. 
આવું જ કાંઈક આ મહિલા સાથે બન્યું હતું, જ્યારે તેના મિત્રોએ તેના જન્મદિવસની કેકમાં તેનો ચહેરો દબાવી દીધો હતો. કેક લેયરવાળી હતી એથી કેકના બૅલૅન્સિંગ માટે જેમાં લાકડાની સળીઓ ગોઠવવામાં આવી હતી. મિત્રો દ્વારા કેકમાં મોં દબાવતાં જ મહિલાએ પીડાની મારી ચીસાચીસ કરી મૂકી હતી. તેની આંખના પોપચામાં લાકડાની સળીનો છેડો ઘૂસી ગયો હતો, જેને લીધે ઘણું લોહી વહી રહ્યું હતું. મહિલાને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાઈ જ્યાં ડૉક્ટરે તેની આંખના પોપચામાં ઘૂસી ગયેલી લાકડાની સળી કાઢી નાખી હતી. ડૉક્ટર્સનું કહેવું છે કે સળી મહિલાના ડોળાની સહેજ બાજુમાં લાગી હતી, જેથી તેની દૃષ્ટિ અકબંધ રહી હતી. જો ડોળા પર સળી વાગી હોત તો તેને અંધાપો આવવાની શક્યતા હતી. 
આ ઘટનાના ફોટો ફેસબુક પર શૅર કરવામાં આવ્યા હતા, જેમાં એક ફોટોમાં કેક વચ્ચે બૅલૅન્સિંગ માટે ગોઠવેલી સળીઓ અને બીજા ફોટોમાં મહિલાની આંખના પોપચામાં લાગેલી સળી જોઈ શકાય છે. 
નેટિઝન્સે આ ઘટના પર પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં કેકમાં ચહેરો મારવાના આ નવા ચલણને વખોડ્યું છે.

offbeat news