25 December, 2023 10:26 AM IST | Odisha | Gujarati Mid-day Correspondent
‘મેલનિસ્ટિક’ વાઘ
ઓડિશાના સિમલીપાલમાં રહસ્યમયી વાઘ જોવા મળ્યો હતો. આ વાઘનો ફોટો ફૉરેસ્ટ ઑફિસર પ્રવીણ કાસવાને શૅર કર્યો છે. ઇન્ટરનેટ પર પણ આ કાળા રંગના વાઘનો ફોટો અને વિડિયો વાઇરલ થઈ રહ્યા છે. લોકો એને કાળો વાઘ કહી રહ્યા છે. તેનું શરીર કાળા રંગનું છે. આ પ્રકારના વિશિષ્ટ વાઘ સિમલીપાલમાં જોવા મળે છે. જિનેટિક મ્યુટેશનને કારણે આ પ્રકાર જોવા મળે છે અને એ દુર્લભ વાઘ છે. સિમલીપાલમાં ૧૯૯૩માં સૌપ્રથમ વખત આ પ્રકારના કાળા વાઘ વિશે જાણવા મળ્યું હતું. સમયની સાથે-સાથે વધારે વાઘ વિશે પણ જાણવા મળ્યું. ભારતમાં કુલ ૧૦ કાળા વાઘ છે. આ તમામ વાઘ ઓડિશાના સિમલીપાલમાં જોવા મળ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જણાવ્યું કે ‘મેલનિસ્ટિક’ વાઘ માત્ર ઓડિશાના સિમલીપાલ ટાઇગર રિઝર્વમાં જોવા મળે છે.