જાણે હવામાં તરતી બોટ

05 February, 2023 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાંચની જેમ આરપાર દેખાતી નદીમાં બોટ જોઈને સૌકોઈ ચોંકી ઊઠ્યા છે,

જાણે હવામાં તરતી બોટ

ભારતમાં અનેક અદ્વિતીય જગ્યાઓ છે. હવે ટ્વિટર પર @goarunachal_ નામના હૅન્ડલ પર આવી જ એક જગ્યાનો વિડિયો શૅર કરવામાં આવ્યો છે, જેમાં કાંચની જેમ આરપાર દેખાતી નદીમાં બોટ જોઈને સૌકોઈ ચોંકી ઊઠ્યા છે, કેમ કે આ વિડિયોમાં બોટ જાણે હવામાં તરતી હોય એમ જણાય છે. જોકે હકીકત એ છે કે આ નદીનું પાણી એટલું ચોખ્ખું છે કે બધું જ આરપાર દેખાય છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ આ વિડિયો મેઘાલયની ડૌકી નદીનો છે. આ નદીનું ચોખ્ખું પાણી જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ જાય છે. ભારતમાં એક તરફ નદીઓની સ્વચ્છતાને લઈને અભિયાન ચલાવવાં પડે છે ત્યાં જ પૂર્વોત્તર ભારતમાં આપણી કલ્પના કરતાં વધુ સ્વચ્છ નદીઓ જોવા મળે છે.

offbeat news gujarati mid-day