અત્યાર સુધીમાં ૧૨.૩ લાખ ઇલેક્ટ્રિક વાહનો વેચાયાં છે

04 September, 2024 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષના ઑગસ્ટ મહિનામાં કુલ ૧,૫૬,૧૯૯ વાહનો વેચાયાં હતાં

પ્રતીકાત્મક તસવીર

હવે ઇલેક્ટ્રિક વેહિકલ્સનો જ જમાનો આવવાનો છે એવું કહેવાઈ રહ્યું છે અને દર વર્ષે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં લગભગ ૨૨.૮ ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. આ વર્ષના ઑગસ્ટ મહિનામાં કુલ ૧,૫૬,૧૯૯ વાહનો વેચાયાં હતાં. ૨૦૨૩ના ઑગસ્ટમાં ૧,૨૭,૨૦૬ વાહનો વેચાયેલાં. જોકે આ વર્ષે જુલાઈ મહિના કરતાં ઑગસ્ટ મહિનાના વેચાણમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટ્રી દ્વારા બહાર પડેલા વાહન-ડેટા મુજબ અત્યાર સુધીમાં ૧૨.૩ લાખ ઇલેક્ટ્રિક વેહિકલ વેચાયાં છે. ભલે ઑગસ્ટમાં વેચાણની ગાડી ધીમી પડી હોય, આવનારા ફેસ્ટિવલની સીઝનમાં નવાં વાહનોની ખરીદીનું માર્કેટ ગરમાશે એવું ઇલેક્ટ્રિક વેહિકલ્સના ઉત્પાદકોનું માનવું છે.

offbeat news national news india life masala