સફેદ કાચબો જોયો છે કદી?

25 October, 2020 09:18 AM IST  |  Mumbai | Mumbai correspondent

સફેદ કાચબો જોયો છે કદી?

સફેદ કાચબો જોયો છે કદી?

દક્ષિણ કૅરોલિનાના સમુદ્રકિનારે કેટલાક લોકોને દુર્લભ સમુદ્રી કાચબો મળી આવ્યો હતો. સમુદ્રકિનારે કાચબાના દરની તપાસ કરતાં તેમને સફેદ કાચબાનું બચ્ચું જોવા મળ્યું હતું.
એમ મનાય છે કે કાચબાના બચ્ચામાં લ્યુસીઝમ નામની એક અનુવાંશિક સ્થિતિ હોય છે, જેને કારણે જનાવરોમાં રંગની ખામી રહી જાય છે. જોકે આ સ્થિતિ એલ્વિનિઝમ કરતાં જુદી છે. જેમાં પ્રાણી એનો મૂળ રંગ ગુમાવી દે છે. આ ખામી ધરાવતાં પ્રાણીઓ માટે જંગલમાં રહેવું મુશ્કેલ હોય છે. તેમનો કલર જલદીથી નજરે ચડી શકે એવો હોવાથી શિકારીઓ તેમને આસાનીથી શોધી કાઢે છે.

offbeat news international news