મગર પણ આ ગૉલ્ફરનું કૉન્સન્ટ્રેશન ભંગ ન કરી શક્યો

03 July, 2022 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માઇકલ વેસ્ટે જણાવ્યું કે મારા સાથીદાર ગ્રાન્ટે મને ઉતાવળ કરવા કહ્યું, પરંતુ મેં શાંતિથી પોતાનો શૉટ લીધો હતો.

મગર પણ આ ગૉલ્ફરનું કૉન્સન્ટ્રેશન ભંગ ન કરી શક્યો

સોશ્યલ મીડિયા પર ફ્લૉરિડાનો એક વિડિયો ફરી રહ્યો છે, જેમાં પુન્તા ગોરડાના હેરિટેજ ગ્રાઉન્ડ પર ગૉલ્ફ રમી રહેલા માઇકલ વેસ્ટ તેમની પાછળ લગભગ ૭ ફુટના મગરને આવતો જુએ છે, તેમની સાથેના લોકો તાત્કાલિક મેદાનમાંથી બહાર નીકળવાનું સૂચન કરે છે, પરંતુ માઇકલ વેસ્ટ ગભરાયા વિના કે ઉતાવળ કર્યા વિના નિશાન લઈને ગૉલ્ફનો ફટકો મારે છે. માઇકલ વેસ્ટે જણાવ્યું કે મારા સાથીદાર ગ્રાન્ટે મને ઉતાવળ કરવા કહ્યું, પરંતુ મેં શાંતિથી પોતાનો શૉટ લીધો હતો. માઇકલ વેસ્ટનું કહેવું છે કે સામાન્ય રીતે આ પ્રાણીઓ ભૂખ્યાં ન હોય કે તમે એને છંછેડો નહીં તો હુમલો કરતાં નથી. 
માઇકલ વેસ્ટની પત્ની મેલિસા વૉલ્શે ફ્લૉરિડા ફેસબુક-પેજ પર આ વિડિયો શૅર કર્યો હતો. તે પોતે ગૉલ્ફ નથી રમતી, પણ ગૉલ્ફના મેદાન પર માનવી અને પ્રાણીઓના સહિયારા અસ્તિત્વની વાત તેને રોમાંચક લાગે છે.

offbeat news