પ્રેગ્નન્સીને કારણે આ બહેનને બહેરાશ આવી ગઈ

01 July, 2019 12:18 PM IST  |  ઈંગ્લેન્ડ

પ્રેગ્નન્સીને કારણે આ બહેનને બહેરાશ આવી ગઈ

ઇંગ્લૅન્ડના બાથ શહેરમાં રહેતી કેટ લિવેલિન-વૉટર્સ નામની મહિલાને અજીબોગરીબ કારણસર શ્રવણક્ષમતામાં ઓટ આવવા માંડી છે. ૪૨ વર્ષની કેટ ૨૦૧૩માં પહેલી વાર પ્રેગ્નન્ટ થઈ ત્યારે જ તેની ૬૦ ટકા શ્રવણક્ષમતા ઘટી ગયેલી. જ્યારે તેનો પતિ વારંવાર બૂમો પાડીને બોલાવતો છતાં કેટને ન સંભળાતું ત્યારે તેમની વચ્ચે આ બાબતે ઝઘડો પણ થતો. જોકે જ્યારે દીકરો રડતો હોય કે બોલાવતો હોય ત્યારે પણ કેટ કોઈ રીઍક્શન ન આપે એ વાત પતિને જરા ગંભીર લાગી. તરત પત્નીને લઈને તે કાનના ડૉક્ટર પાસે ગયો અને તપાસ કરાવી તો ખબર પડી કે પ્રેગ્નન્સી દરમ્યાન તેના કાનમાં ઑસ્ટોસ્ક્લેરોસિસ થયું છે. એમાં કાનની અંદરનાં બે નાનાં હાડકાં એકબીજા સાથે ચોંટી જાય છે જેને કારણે તેને સંભળાતું નથી.

આ પણ વાંચોઃ ચેન્નઈમાં જળસંકટમાં ઑફરઃ એક કિલો ઇડલીના ખીરા પર પાણી મફત

જ્યારે તેણે બીજા બાળકને જન્મ આપ્યો ત્યારે તેની શ્રવણક્ષમતામાં કુલ ૭૦ ટકાથી વધુ ઘટાડો થઈ ગયો. ડૉક્ટરોના કહેવા મુજબ આવું કોઈ પણ કારણસર થઈ શકે છે. કેટના કિસ્સામાં પ્રેગ્નન્સીને કારણે શરીરમાં આવતા બદલાવોને કારણે થયું એ અચરજ પમાડનારી વાત છે. તકલીફ એ છે કે હજીયે તેની બહેરાશનું પ્રમાણ વધી જ રહ્યું છે અને હવે તો તેણે લિટરલી હિયરિંગ એઇડ કાને ભરાવીને રાખવાં પડે છે.

offbeat news hatke news