જૂની ગાડીમાંથી માઇક્રો-ટ્રેલર બનાવી દીધું આ ભાઈએ

18 February, 2019 08:27 AM IST  |  ઈંગ્લેન્ડ

જૂની ગાડીમાંથી માઇક્રો-ટ્રેલર બનાવી દીધું આ ભાઈએ

કારને બનાવી દીધું હરતુ ફરતું ઘર

ઇંગ્લૅન્ડના કૉવેન્ટ્રી શહેરમાં રહેતા માર્ક નામના પિતાએ પોતાની દીકરી કેલી અને મિલી સાથે ફરી શકાય એ માટે જૂની ગાડીનું ટ્રેલર બનાવી દીધું હતું.

૨.૫ મીટર લાંબી વિન્ટેજ કારને બહારથી જ નહીં, અંદરથી પણ બદલીને એને કૉમ્પેક્ટ હૉલિડે હોમ જેવું બનાવી દીધું હતું. બ્રિટિશ ચૅનલના અમેઝિંગ સ્પેસિસ નામના કાર્યક્રમમાં તેણે આ કામ કઈ રીતે કર્યું એનું વિગતવાર વર્ણન કયુર્ છે. માર્કે ચાર મહિનાની મહેનત અને લગભગ ૧.૮૩ લાખ રૂપિયાના ખર્ચે જૂની કારને માઇક્રો-ટ્રેલરમાં તબદીલ કરી નાખી છે. એમાં કૉમ્પૅક્ટ કિચન પણ છે. બે-ચાર દિવસ માટે ક્યાંક જવું હોય તો એમાં બધી સામગ્રી સમાઈ જાય અને જંગલ, પહાડ, બીચ કે નદી કિનારાની સૂમસામ જગ્યાએ જઈને કૅમ્પિંગ કરવું હોય તો જાતે રાંધીને ખાઈ શકાય એવી તમામ સગવડો અને મિની ફ્રિજ સુધ્ધાં એ કિચન કૅબિનેટમાં છે. આગળના ભાગમાં તેની દીકરીઓ સૂઈ શકે એવી ગોઠવણ પણ છે.

આ પણ વાંચોઃ રબ ને નહીં રોબોને બનાયી જોડી

 

offbeat news hatke news