ફિટ રહેવું હોય તો હાથીએ પણ યોગ કરવો પડે

26 July, 2020 09:59 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

ફિટ રહેવું હોય તો હાથીએ પણ યોગ કરવો પડે

ફિટ રહેવું હોય તો હાથીએ પણ યોગ કરવો પડે

અમેરિકાના ઓહાયો સ્ટેટના કોલમ્બસ ઝૂ ઍન્ડ ઍક્વેરિયમમાં વ્યાયામ કરતા હાથીઓનો વિડિયો સોશ્યલ મીડિયા પર લોકપ્રિય થયો છે. ઝૂ-ઍક્વેરિયમના સંચાલકોએ પોસ્ટ કરેલા આ વિડિયોને ‘એલિફન્ટ યોગ’ નામ આપવામાં આવ્યું છે. વિડિયોમાં ૪૫ વર્ષની હાથણી કોની અને એનાથી નાના હાથી હૅન્ક કસરત કરતા જોવા મળે છે. હૅન્કનું વજન લગભગ સાડાસાત હજાર કિલો છે. કોની વધતી ઉંમરે સ્વસ્થ રહેવાનું મહત્ત્વ જાણતી હોવાથી વ્યાયામ કરીને ફિટ રહે છે. ઝૂની ઍનિમલ કૅર ટીમ હાથીઓને અઠવાડિયે ચારેક વખત કસરત કરાવે છે. કસરતના વખતમાં ઍનિમલ કૅર ટીમ સાથે હાથીઓની દોસ્તી પણ જોઈ શકાય છે.

international news united states of america offbeat news yoga