આ રેસ્ટોરાંનું બર્ગર ખાવાથી પ્રેગ્નન્ટ મહિલાને તાત્કાલિક લેબર પેઇન ઊપડે

24 November, 2020 01:07 PM IST  |  Mumbai | Mumbai correspondent

આ રેસ્ટોરાંનું બર્ગર ખાવાથી પ્રેગ્નન્ટ મહિલાને તાત્કાલિક લેબર પેઇન ઊપડે

આ રેસ્ટોરાંનું બર્ગર ખાવાથી પ્રેગ્નન્ટ મહિલાને તાત્કાલિક લેબર પેઇન ઊપડે

અમેરિકાના મિનેસોટામાં એક્સેલિયર રેસ્ટોરાંના ધ સબર્બનમાં એક ઇવેન્ટ માટે બર્ગરની રેસિપી પર અખતરો કરવામાં આવી રહ્યો હતો. રેસ્ટોરાંની કો-ઓનર કેલ્સી ક્વાબર્ગે આ બર્ગર ચાખ્યું, તેની પ્રસૂતિનો સમય નજીક આવી રહ્યો હતો, પરંતુ બર્ગર ખાધા પછી સાત જ દિવસમાં તેને ડિલિવરી થઈ હતી. આ ઘટના ગયા વર્ષના એપ્રિલ મહિનાની છે. એ પછી તો આ ખાસ બર્ગરને લેબર ઇન્ડ્યુસ કરનાર બર્ગરનું નામ જ આપવામાં આવ્યું.
રેસ્ટોરાંના મૅન્યૂમાં કાયમી ધોરણે ત્રીજું સ્થાન મેળવનાર આ બર્ગરને ‘લેબર ઇન્ડ્યુસર બર્ગર’ નામ આપવામાં આવ્યું. પહેલાં આ નામે ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યુ પરંતુ ફરી એક મહિલાને બર્ગર ખાધા પછી વેણ ઊપડી અને તેણે બાળકીને જન્મ આપ્યો હતો અને આમ બર્ગરની પ્રતિષ્ઠા વધતી રહી.
સપ્ટેમ્બર ૨૦૧૯થી સગર્ભા સ્ત્રીઓ પર લેબર ઇન્ડ્યુસર બર્ગરની અસર જાહેર કરાયા બાદ રેસ્ટોરરાંમાં રોજની ત્રણથી ચાર ગર્ભવતી મહિલાઓ આ બર્ગર ખાવા આવે છે. પહેલી ઑક્ટોબર પછીથી બાળકના જન્મના કોઈ સમાચાર નથી આવ્યા, પરંતુ ફેસબુક પરથી જાણી શકાય છે કે આ સમયગાળામાં લગભગ ૨૩ બાળકોએ જન્મ લીધો છે. અલબત્ત, આ તમામે એ પહેલાં લેબર ઇન્ડ્યુસર બર્ગર ખાધું હતું એ પુરવાર કરવું શક્ય નથી.

international news offbeat news