૪૦ કલાક સુધી ચાલતો રહે એવો માટીનો દીવો તો ભઈ ભારે ડિમાન્ડમાં છે!

01 November, 2020 08:38 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

૪૦ કલાક સુધી ચાલતો રહે એવો માટીનો દીવો તો ભઈ ભારે ડિમાન્ડમાં છે!

માટીનો દીવડો

મધ્ય પ્રદેશના છત્તીસગઢના કોડા ગામમાં રહેતા અશોક ચક્રધારીએ કલાકો સુધી પ્રજ્વલિત રહી શકે એવો માટીનો દીવડો બનાવ્યો છે. આ દીવા માટે તેમને નૅશનલ મેરિટ અવૉર્ડ સર્ટિફિકેટ પણ એનાયત થયું છે. અશોક ચક્રધારીનું કહેવું છે કે ૩૫ વર્ષ પહેલાં મેં આવો દીવો જોયો હતો, જેને ધ્યાનમાં રાખીને જ મેં  દીવો તૈયાર કર્યો છે. આ દીવો સતત ૪૦ કલાક સુધી બળતો રહે એવો છે. આ દીવાનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો અને રાતોરાત તેને સોશ્યલ મીડિયા થકી દીવા માટેના ઑર્ડર મળવા લાગ્યા ત્યારે છેક તેમને ખબર પડી કે આ વિડિયોને કારણે દીવડો ભારે ડિમાન્ડમાં છે. આ વર્ષે નવરાત્રિમાં જ તેમને દીવાની માગણી કરતો ફોન આવ્યો ત્યારે તેને ઇન્ટરનેટ પર દીવાનો વિડિયો વાઇરલ થયો હોવાની જાણ થઈ હતી. અમે રોજ આવા ૫૦-૬૦ દીવા તૈયાર કરીએ છીએ, જેની કિંમત ૨૦૦થી ૨૫૦ રૂપિયા રાખી છે.

national news madhya pradesh chhattisgarh offbeat news